હાલ માર્કેટમાં શાકભાજીના ભાવ 50 થી લઈને 70% નો ભાવ ઉછાળો… માર્કેટના નવા ભાવ જાણીને તમે પણ ચોકી ઉઠશો… Gujarat Trend Team, July 27, 2022 વરસાદની આ સિઝનમાં અત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે શાકભાજીના ઉતારો પણ ઓછો થયો છે અને તેના કારણે આવકમાં પણ ઘટાડો થયો છે શાકભાજીના ઉતારા ઓછા થવાને કારણે ઓટોમેટીક તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલાક શાકભાજીના ભાવ તો હાલ અત્યારે ડબલ થઈ ગયા છે અતિ ભારે વરસાદ અને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને પાકને નુકસાન થવાને કારણે ખેડૂતો ત્યારે લાચાર બન્યા છે. આ વખતે શાકભાજીના પાકમાં ઉતારો ઓછો થતાં ખેડૂતોએ ન છૂટકે શાકભાજીના ભાવ માં વધારો કરવો પડ્યો છે હાલ અત્યારે શાકભાજીના ભાવ ₹80 થી લઈને 120 રૂપિયા સુધી પહોંચી ગયા છે સાથે સાથે ફ્રુટ ના ભાવમાં પણ ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ને કારણે શાકભાજીના વાવેતરમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકમાં પણ નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતોને આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ જ કારણ છે કે હાલ અત્યારે શાકભાજીના ભાવ હતા તેની કરતા ડબલ જોવા મળી રહ્યા છે. હાલ શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ 50થી લઈને 60% નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે સાથે સાથે ગૃહિણીઓને બજેટમાં પણ આની સીધી જ અસર જોવા મળી રહી છે. હાલમાં જે શાકભાજીના ભાવ 30 થી 40 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા તેના સીધા જ અત્યારે 80 થી 100 રૂપિયા ના કિલો એ ભાવ બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં અત્યારે 50 થી 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે દિવસેને દિવસે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જો તેલના ભાવમાં પણ વાત કરીએ તો તેલના ભાવમાં પણ હાલ થોડા દિવસ પહેલા જ સિંગતેલ અને કપાસિયા તેલમાં કંપનીઓ એમ ભાવ વધારો કર્યો હતો. સમાચાર