સમાચાર

શાળા એ જતા બાળકો માં કોરોના નું સંક્રમણ વધ્યું, કેસ વધતા અધિકારીઓ એ વર્ગો બંધ કરવાનાં આદેશ

આજકાલ વધતા કોરોના ના કેસ માં હવે બાળકો પણ સંક્રમિત થવામાં બાકાત રહ્યા નથી. નાના ભૂલકા થી માંડી ને મોટા બાળકો પણ હવે ધીમે ધીમે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેથી હવે તેમના માતાપિતા ની ચિંતા વધી છે હાલ માં કોરોના ના એકટીવ કેસ. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10106 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરત કોર્પોરેશનમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 મોત થયું

વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી ૮ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં ૧ , આનંદનિકેતનમાં ૧ અને અમદાવાદ ઇન્ટરનેશનલમાં ૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા.

વડોદરા માં પણ કોરોના સંક્ર્મણ વધ્યું વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે.

કોરોના ના નવા કેસ માં વધારો થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત માં કોરોના ના આંકડા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 16, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *