હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને શરદી ઉધરસથી રાહત મેળવવા માટે ખાઓ શેકેલું લસણ અને પછી જુઓ કમાલ

શિયાળામાં બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ વધારે રહેતું હોય છે. આવી સ્થિતિમાં, બીમારીઓથી બચવા માટે આહારની વિશેષ કાળજી લેવી ખુબ જ જરૂરી છે. આ માટે શેકેલા લસણનું સેવન ઔષધી સમાન માનવામાં આવે છે. જો આપણે લસણમાં મળતા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તેમાં આયર્ન, વિટામિન, કેલ્શિયમ, એલિસિન, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ વગેરે જેવા ગુણ હોય છે. તેને લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે રોગો સામે લડવાની શક્તિ મળે છે. તો ચાલો જાણીએ શેકેલા લસણના ઉત્તમ ગુણો વિશે…

કેન્સર નિવારણ: લસણમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ આ ત્રણ મુખ્ય ગુણ રહેલા હોય છે. આવી સ્થિતિમાં, તે શરીરમાં કેન્સરના વધતા કોષોને અટકાવે છે. આ ગંભીર રોગને મટાડવામાં પણ મદદ કરે છે. દરરોજ ૨ શેકેલી લસણની કળીઓ ખાવાથી શરીરમાં કેન્સરગ્રસ્ત બેક્ટેરિયાઓ ફેલાવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

હૃદય માટે ફાયદાકારક: લસણમાં હાજર પોષક તત્ત્વો શરીરમાંથી ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે. લોહીને જામી જવાથી બચાવે છે. આ બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદ કરતુ હોય છે. આવી સ્થિતિમાં, હૃદયને લગતા રોગો થવાનું જોખમ ઓછું થઇ જતું હોય છે.

દમના દર્દીઓ માટે ફાયદાકારક: લસણમાં ઔષધીય ગુણધર્મો રહેલા હોય છે. આવી સ્થિતિમાં, અસ્થમાના દર્દીઓએ શેકેલા લસણનું સેવન કરવું જરૂરી છે. તેના સેવનથી અસ્થમાને અંકુશમાં રાખવામાં ઘણી મદદ મળે છે અને દમના નિયંત્રણમાં પણ મદદ મળે છે. શેકેલા લસણની ૨ કળીઓનું નવશેકા દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થશે.

મજબૂત રોગ પ્રતિકારક શક્તિ: આજના સમયમાં, દરેકને કોરોનાના વાયરસથી બચવા માટે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જેથી આ ગંભીર રોગથી બચી શકાય. આ માટે રોજ શેકેલા લસણની ૨-૩ કળીઓ મધ સાથે લેવાથી ફાયદો થશે. આ તમારા શરીરને રોગો સામે લડવાની શક્તિ આપશે. આ ઉપરાંત, તમે ખાંસી, શરદી અને તાવથી દૂર રહેશો.

શરદી અને ખાંસીથી રાહત: શિયાળા શરુ થતા જ મોટા ભાગના લોકો ઉધરસ, શરદી અને મોસમી તાવથી પીડાતા હોય છે. આ સ્થિતિમાં ઔષધીય સ્વરૂપમાં લસણનું સેવન કરવું લાભદાયી રહેશે. ખાલી પેટે લસણની માત્ર ૨ કળીઓ ખાવાથી ગળું અને પેટ બંને બરાબર રહે છે અને રોગો સામે રક્ષણ મળે છે.

વજન નિયંત્રણ: આજના યુગમાં, દરેક ત્રીજો વ્યક્તિ તેમના વધતા વજનથી પરેશાન હોય છે. આ સ્થિતિમાં, તેને નિયંત્રિત કરવા માટે, શેકેલુ લસણ ખાવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. તેમાં રહેલા પૌષ્ટિક અને ઔષધીય ગુણધર્મો શરીરમાં રહેલી ચરબીને ઝડપથી ઘટાડવામાં ખુબ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *