શિખર ધવનને કેમ અચાનક માર પડ્યો? કોણ છે આ લોકો જે ગબરને લાફા અને ઘુસા મારી રહ્યું છે -Video

આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. કારણ કે ખાકી વર્દીમાં એક પોલીસકર્મી તેની બાજુમાં ઉભેલો જોવા મળે છે અને એક વૃદ્ધ યુવકને લાતો મારી રહ્યો છે. આ યુવક બીજું કોઈ નહીં પરંતુ ભારતીય ક્રિકેટના દિગ્ગજ શિખર ધવન છે. શિખર ધવનને મારપીટ કરવામાં આવી રહી છે અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયોને લઈને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ આવી રહી છે. પરંતુ આ વીડિયો પાછળની સાચી કહાની જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે શિખરનાને માર મારનાર તેના પિતા છે અને આ માર તેને ગુસ્સામાં નહિ પણ મજાકમા મારવામાં આવી રહ્યો છે.

શિખર ધવન જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે તેનો આ વીડિયો છે. આ રીતે તેના પિતાએ ઘરે આવતા તેનું સ્વાગત કર્યું. જે ગુસ્સામાં નહીં, પરંતુ આનંદથી. કારણ કે તે પોતાના પુત્રનું ઉમળકાભેર સ્વાગત કરવા માંગતા હતા અને IPL માટે ટોચની ટીમમાંથી બહાર થવા પર તેમની નારાજગી પણ દર્શાવવા માંગતા હતા. શિખર ધવન ઘરે પહોંચતા જ તેના પિતાએ તેને માર્યો હોય તેવો વીડિયો પણ બનાવ્યો. શિખર ધવન એ આ વિડીયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો. જે જોઈને તેના ફેન્સ ખૂબ જ હસી પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ઘણા લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. કેટલાક ક્રિકેટરો પણ તેમાં અપવાદ નથી. તેમાંથી હરભજન સિંહે લખ્યું કે, બાપૂ તો તમારાથી પણ ઉપરના કલાકાર છે,વાહ, શું વાત છે.!! કોમેન્ટેટર ગૌરવ કપૂરે પણ આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. તેને પણ આ વીડિયો ઘણો ગમ્યો અને લખ્યું, હા..હા..હા પૂલ પરફોર્મર ફેમિલી.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શિખર ધવન આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સનો ભાગ છે. તે IPL 2022 સીઝનથી પંજાબ સાથે જોડાયો હતો. જોકે તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. પંજાબે 14 લીગ મેચ રમી અને 7 મેચ જીતી જ્યારે 7 મેચ હારી. આ રીતે પંજાબ કિંગ્સની સફર IPL 2022માં છઠ્ઠા સ્થાને સમાપ્ત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *