ગુજરાતના આ શિક્ષકે કયું એવું અસાધારણ કામ કે ગુગલે પણ આની નોંધ લીધા, આ વાત જાણીને તમને પણ ગર્વ થશે Gujarat Trend Team, May 22, 2022 પેલું કહેવાય છેને કે કયારેય કરેલું કામ અને કાર્ય અસફળ જતું નથી અને લોકો આજે પોતાના પ્રશ્નોના જવાબ પૂછવા માટે પણ ગૂગલ નો સહારો લે છે ત્યારે ગૂગલે જાતે… જૂનાગઢના કાથરોટા ની માધ્યમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બળદેવ પરી નામના એક વ્યક્તિએ 2011થી ડિજિટલ શિક્ષણ દરેક વિદ્યાર્થીઓને આપી રહ્યા છે અને આજના ડિજિટલ યુગમાં પોતાની ઘરે સ્ટુડિયો બનાવીને વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ મફતમાં શિક્ષણ પણ આપે છે આમ છેલ્લા 11 વર્ષથી તેઓ શિક્ષણનું જ કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમને પ્રેરણાના પુષ્પો નામની વેબસાઈટના બે કરોડથી વધુ વિઝીટર અને અસંખ્ય ફોલોવર છે. અને તેમની આ સેવાકીય કામગીરીની જાતે ગૂગલે નોંધ લીધી છે અને ગૂગલે તેમને સન્માન પણ આપ્યું છે. જૂનાગઢના કથરોટા ના શિક્ષક બલદેવ પરી એ સંપૂર્ણ લોકડાઉન માં શિક્ષણના ૭૦૦થી વધુ વિડીયો અપલોડ કર્યા હતા અને તેની માટે સૌથી વધુ માનવ કલાક આપનાર તરીકે બલદેવ પરી એ ગૂગલ યુટ્યૂબ દ્વારા કોફી ટેબલ બુક માં પણ સ્થાન મેળવેલ છે. આમ ગૂગલે સંપૂર્ણ દેશમાં થી 35 લોકોની પસંદગી કરી છે અને તેમાં ગુજરાતના એક માત્ર શિક્ષક બળદેવ પરી ની પસંદગી કરવામાં આવી છે.આ બલદેવ પરી એ પોતાના ઘરે સાત લાખનો ખર્ચો કરીને એક ડિજિટલ સ્ટુડિયો ઉભો કર્યો છે અને વિદ્યાર્થી ભાઈ બહેનો ની ઓનલાઈન ઘરે બેઠા જ મફતમાં પણ શિક્ષણ આપી રહ્યા છે આ સિદ્ધિ બદલ તેઓ બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. સમાચાર