શિક્ષકનો ત્રાસ વિદ્યાર્થીને જમીન પર પછાડી પછાડીને લાતો અને મુક્કા માર્યા, આવો માર તો કોઈ પોલીસ ચોરને પણ નહીં મારતા હોય, આરોપી શિક્ષક સામે ગુનો નોંધીને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ ચાલુ કરી… Gujarat Trend Team, September 29, 2022 છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં મારપીટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને શિક્ષક પોતાના વિદ્યાર્થીને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે, મધ્યપ્રદેશના રિવરમાં એક શિક્ષકે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થીને જમીન પર પકડીને એવો જોરદાર માર મારતો વિડીયો ત્યારે સામે આવ્યો છે કે આવો માર તો કોઈ પોલીસ ચોરને પણ નહીં મારતો હોય તેઓમાં શિક્ષક વિદ્યાર્થીને મારી રહ્યો છે. શિક્ષક વિદ્યાર્થીને જમીન પર પછાડી વાળ પકડી લાતો મારી મુકા વડે માર મારી રહ્યો છે આ ઘટના મંગળવારે ગુડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખજુવા કલાની સરકારી શાળાની છે ઘટનાનો વિડીયો બુધવારે સામે આવ્યો હતો આ પછી પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર મામલે ત્યાંના એસપી નવનીત ભસીને કડક તપાસના આદેશ આપ્યા હતા. સંદીપ ભારતી ખજૂરા કલાની સરકારી શાળામાં શિક્ષક પોતાની ફરજ બજાવે છે જ્યાં તેમના પરિવારનું બાળક આ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે જ્યાં શિક્ષક અને બાળક ના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ માટે શિક્ષકે વિદ્યાર્થીને પોલીસ ચોરને માર મારતો હોય તે રીતે બેરહેમેથી માર માર્યો હતો શિક્ષકે વિદ્યાર્થીને બોલાવીને માર મારવાનું ચાલુ કરી દીધું હતું શિક્ષકે જમીન પર વિદ્યાર્થીઓને પછાડતો ગયો અને મુકા અને લાતો મારતો રહ્યો. તેમ જ શિક્ષક વિદ્યાર્થીને ગાળો પણ ભાંડી હતી. ઘટના સ્થળે ઊભેલા અન્ય બાળકો પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી દીધો હતો. સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ થતાની સાથે જ પોલીસે વિદ્યાર્થીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને આ શિક્ષક વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો તેમ જ એસપી નવનીત એ ઇન્ચાર્જને કડકમાં કડક તપાસને આદેશ આપ્યા હતા શિક્ષકે વિદ્યાર્થીને મારપીટ કેમ કરી તેની માહિતી મેળવવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એટલે કે શિક્ષક સંદીપ ભારતી વિદ્યાર્થી નો સંબંધી છે. જેના કારણે હવે જોવાનું રહેશે કે પોલીસ કર્મચારીઓ આના ઉપર કેવી કડક કાર્યવાહી કરે છે. સમાચાર