શિયાળામાં દરરોજ ખાવ આ 1 ચીજ થશે આ 7 મોટા ફાયદા

શિયાળાની સીઝન ચાલું થતા જ માર્કેટમાં શિંગોડાની ભરમાર જોવા મળે છે. લીલા અને કાળા રંગના શિંગોડા જોતા જ તમારું મન લલચાઈ જાય છે તે શક્ય છે. પણ શું તમે આ વાત જાણો છો કે આ મન લલચાવતા શિંગોડા તમને કઈ રીતે ફાયદો પણ આપે છે. શિંગોડામાંથી કેલ્શિયમ, વિટામિન બી-૬, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ગુણકારી અને મહત્વના તત્વો મળે છે.

શિંગોડામાં આયોજિન ભરપૂર હોવાની સાથે સાથે તેમાં પોલિફેનલ્સ અને ફ્લેવોનોઈડ જેવા એન્ટી ઓક્સીડન્ટ્સ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સરની સાથે એન્ટી ફંગલ ફૂડ પણ જોવા મળે છે. ૧૦૦ ગ્રામ શિંગોડામાંથી ૬ ટકા વિટામિન સી અને ૧૫ ટકા વિટામિન બી-૬ આપણા શરીરને મળે છે.

જે દર્દીઓ અસ્થમાની બીમારીથી પીડિત છે અને સાથે શ્વાસની પણ તકલીફ પડતી હોય છે તેમની માટે શિંગોડા ખુબ જ લાભદાયી રહેશે. તેથી આવા દર્દીઓએ શિંગોડાનું સેવન કરવું જોઈએ. શિયાળામાં તેનો શક્ય તેટલો ઉપયોગ કરવાથી રાહત મળી શકે છે. કેલ્શિયમનો સોર્સ ગણાતા એવા શિંગોડા સાંધાના દર્દને પણ દૂર કરે છે અને સાથે હાડકાને મજબૂત કરવાનું કામ પણ કરે છે. તેનાથી ઓસ્ટોપરોસિસ અને આર્થરાઈટિસની તકલીફ પણ પડતી નથી.

આ સિવાય દાંત અને આંખને માટે પણ શિંગોડા ફાયદાકારક છે. ગર્ભવતી મહિલાઓને માટે શિંગોડા ખૂબ જ સારા ગણવામાં આવે છે. તે આવનારા બાળક અને માતાની હેલ્થ માટે ખુબ જ સારા રહે છે. તેનાથી માસિક ચર્કમાં અને ગર્ભપાતની સમસ્યામાં ઘણી રાહત મળે છે. શરીરના બ્લડ સર્ક્યુલેશન લેવલને સંતુલિત કરવા માટે પણ શિંગોડા સારા ગણવામાં આવે છે. યૂરીન સાથે જોડાયેલા રોગમાં પણ તેના ઘણા બધા ચમત્કારિક ફાયદા જોવા મળે છે.

શિંગોડા થાઈરોઈડ અને ડાયરિયાની બીમારીમાં ખુબ ફાયદાકારક છે. શિંગોડા બવાસીરની મુશ્કેલીમાં પણ રાહત આપવામાં શ્રેષ્ઠ સાબિત થાય છે. તેથી તમારે તેનું સેવન દરરોજ કરવું જોઈએ. શિયાળાની સીઝનમાં જ્યારે આપણા પગની એડીઓ ફાટી જાય છે ત્યારે પણ તમે શિંગોડાની મદદ લઇ શકો છો. જો શરીરના કોઈ ભાગમાં દર્દ કે સોજા હોય તો તેનાથી રાહત મેળવવા માટે શિંગોડાની પેસ્ટ બનાવો અને તે જગ્યાએ લગાવવાથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.