શ્રાવણ માસમાં આ વૃદ્ધ વ્યક્તિનો આઈડિયા જાણીને તમે પણ ખુશ થઈ જશો…
હાલમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે વાર રહેતા હોય છે આખો મહિનો એકટાણા કરીને શ્રાવણ માસ રહેતા હોય છે, ભાવિકો શિવજીની પૂજા કરીને દૂધના અભિષેકથી વિશેષમાં ઉજવ પણ કરાવતા હોય છે ત્યારે શિવજીના લિંગ ઉપર ચડેલું દૂધ ગટરમાં ન જાય અને દૂધનો સાચા અર્થે ઉપયોગ થાય તે માટે જુનાગઢના એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.
જે પોતે એક મિલ્ક બેંક ચલાવી રહ્યા છે જૂનાગઢમાં આવેલી ઓન્લી ઇન્ડિયન ના નામે ઓળખાતા વૃદ્ધ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં કામ કરે છે ખાસ કરીને શ્રાવણ મહિના આવતા જ તેઓ તેઓ અલગ અલગ પ્રકારની મિલ્ક બેંક ચલાવે છે.
જો શહેરના શિવાલયોમાં દૂધના કેળવવા મૂકી આવે છે અને હરિભક્તોને વિનંતી કરતા કહે છે શિવલિંગ ઉપર અભિષેક બાદ થોડુંક દૂધ આ કેરવામાં પણ નાખજો જેથી ભાવિ ભક્તો પોતે લાવેલા દૂધમાંથી થોડું દૂધ કેળવવામાં પણ નાખે છે અને બાદમાં આ વૃદ્ધ વ્યક્તિ….
શિવાલયમાંથી દૂધ એકઠું કરીને ગરમ કરી તેમાં ખાંડ નાખીને સ્વાદિષ્ટ બનાવી નાખે છે અને બાદમાં પોતે સાયકલ ઉપર દૂધના કેરમાં મૂકીને મજૂરી કરતા બાળકો સગર્ભા મહિલાઓ સહિત પોતાના હાથથી દૂધ આપે છે. શિવ સાથે જીવનું પણ કલ્યાણ તેનું મંત્ર છે અને કુપોષણ સામે પોતે શ્રાવણ મહિનાના તથા પ્રયાસ કરે છે.
અત્યારે શિવભક્તો આ વ્યક્તિને ખૂબ જ ઉત્સાહિત કરી રહ્યા છે અને વ્યક્તિની કામમાં મદદ પણ કરી રહ્યા છે ભાવિ ભક્તો શિવલિંગ ઉપર જ્યારે દૂધ નો અભિષેક કરવા જાય ત્યારેબામાં દૂધ જરૂર નાખે છે અને આ વૃદ્ધ વ્યક્તિ ના સેવાય યજ્ઞમાં પોતાનું યોગદાન જરૂર આપે છે સાથે સાથે ભક્તોનું કહેવું છે સાચી ભક્તિ સાથે સેવા તે સૌથી મોટો યજ્ઞ છે.