ગુજરાતમાં આવેલું આ 5000 વર્ષ જુનું મંદિર જ્યાં મહાસાગર જ શિવલિંગનો અભિષેક કરે છે જોવો આહ્લાદક નજરો

રાજ્યમાં અનેક એવી સુંદર મજાની જગ્યાઓ છે જેની આસપાસ રહેતા લોકોને જ ખબર હોય છે ત્યારે આજે આપણે એક એવી મંદિર અને સુંદર જગ્યા ની વાત કરવા જઈ રહ્યા છીએ જે આશરે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા અરબી સમુદ્રમાંથી એક શિવલિંગ પ્રગટ થયું હતું. અને આ 5000 વર્ષ જૂનું શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર ના નામેથી જાણીતું છે.

આ કડકેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે જૂન જુલાઈ મહિનામાં મહીસાગર પોતે જ શિવલિંગનો અભિષેક કરતા હોય તેઓ અદભુત નજારો અહીં જોવા મળે છે જ્યારે વર્ષના કેટલાક સમય માટે આ ભડકેશ્વર મહાદેવ મંદિર સમુદ્રનો એક ભાગ બની જાય છે. એટલે કેવો અદભુત નજારો હશે તે આપણે જોઈ શકીએ છીએ.

આ જગ્યાનો સુંદર નજારો અને વિડિયો ગુજરાત માહિતી ખાતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે અને આ વિડીયો જોઈને ઘણા પ્રવાસીઓ ત્યાં જોવા માટે ખૂબ જ ઉત્સાહભેર તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ શ્રી ભડકેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના કયા વિસ્તારમાં આવેલું છે તે.

દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ અંદાજે બે કિલોમીટરના અંતરે દરિયામાં આ ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી ઉપર સ્થિર ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતામંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક આવેલું છે. મહાસાગર ની બાજુમાં આવેલું આ શ્રી ભડકેશ્વર મહાદેવનું મંદિર નું વર્ણન કરવા જઈએ તો તેના માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે કેટલું આહલાદક અને ખૂબ જ સુંદર નજારો આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે આ મંદિર ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાન મહાદેવનું શિવલિંગ હજુ તેમનું તેમજ અકબંધ જોવા મળી રહ્યું છે. જો આ શિવલિંગની વાત કરીએ તો ઘણા વર્ષો થઈ ગયા પરંતુ આ ખારા સમુદ્રમાં હજી પણ શિવલિંગમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળ્યો નથી સમુદ્રની આ ખારાશ નો કોઈ અસર આ શિવલિંગ ઉપર થઈ શક્યો નથી.

દર્શને આવતા ભક્તોનું માનવું એ છે કે અહીં જે પણ કોઈ લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે તે માત્ર ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ બધા જ દુઃખ દર્દ દૂર થાય છે અહીં ભક્તો દૂર દૂરથી આવતાં ભગવાન ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને ખૂબ જ શાંતિ ની અનુભૂતિ કરે છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની આસપાસ સાંજનો પણ નજારો ખૂબ જ જોવા જેવો હોય છે અને લોકો અહીં સાંજના સમયે ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા પણ થાય છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.