સમાચાર

મુંબઈની પ્રખ્યાત મોડલ એશ્રા પટેલ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલી હોસ્પિટલમાં દાખલ, ઈકો કાર સાથે તેની કારની ટક્કર થતા જ…

એશ્રા પટેલ એ મુંબઈની સુપર મોડેલ છે. એ પોતાની કાર લઇને મધ્યપ્રદેશ તરફ જઇ રહેલી ઇકો કાર સાથે અથડાઈ હતી. આ બંને વચ્ચે ખુબ જ જોરદાર અકસ્માત થયો હતો આથી આ મોડલ ઘાયલ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બોડેલી નજીક સૂર્યઘાડા પાસે આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર એશ્રા પટેલ છોટાઉદેપુરથી કાવિઠા ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર બીજી કાર સાથે અથડાઈ હતી. એશ્રા પટેલના હાથ અને પગ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. ગત ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન એશ્રા પટેલ કાવીઠા ગ્રામ પંચાયતમાંથી સરપંચ પદ માટે ચૂંટણી લડ્યા હતા. આ વખતે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી.

એશ્રા પટેલ તેની કાર ચલાવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન તેમની કાર મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ઈકો કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ એશ્રા પટેલને ધોકલિયા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે વડોદરા લઇ જવાયા હતા.

આ અકસ્માતમાં કુલ બે લોકો ઘાયલ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારને મોટું નુકસાન થયું હતું. જાણવા મળ્યું છે કે એશ્રાને હાથ અને પગ ઉપરાંત શરીર અને મોં પર ઈજાઓ થઈ છે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન એશ્રા પટેલ વિશે ઘણી ચર્ચા થઈ હતી.

સરપંચની ચૂંટણીમાં એશ્રા પટેલની હાર ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન મોડલ એશ્રા પટેલ ચર્ચામાં આવી હતી.એશ્રા પટેલ છોટાઉદપુરના કાવીઠા ગામની રહેવાસી છે. એશરાએ કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડી હતી. જોકે, તે સરપંચની ચૂંટણી હારી ગઈ હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે એશ્રા પટેલ સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં તેના હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ચૂંટણી દરમિયાન એશ્રા પટેલ અને તેમના હરીફ સમર્થકો સામસામે આવી ગયા હતા. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એશ્રા પટેલ મુંબઈની સુપર મોડલ છે

Leave a Reply

Your email address will not be published.