મોંઘવારીનો વધુ એક મોટો જટકો!! સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો… જાણો કેટલો વધારો અને હજી પણ વધી શકે છે આ ભાવ…

તહેવારો નજીક આવતા જો ખાદ્ય પદાર્થની વસ્તુઓમાં ભાવ વધારો શરૂ થઈ ગયો છે સૌથી પહેલા અમૂલ્ય પોતાની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે અને હવે શાકભાજી ના ભાવમાં વધારો અને અત્યારે હવે ખાવાના તેલના ભાવના વધારો થયો છે. જો સૌથી પહેલા અમુલ પ્રોડક્ટસના ભાવના વધારાની વાત કરીએ તો અમૂલે હાલ દહીં ના પાઉચ માં ભાવ વધારો કર્યો છે જેમાં 400 ગ્રામના કપમાં 30 ની જગ્યાએ હવે લોકોને 32 રૂપિયા ચૂકવવા પડશે.

એક કિલો દહીં ના પાઉચના અમૂલ્યે ત્યારે ચાર રૂપિયા નો વધારો કર્યો છે જે પેકેટ 65 રૂપિયામાં મળતું હતું તે હવે 69 રૂપિયામાં મળશે જ્યારે બટર મિલ્કમાં જે કોથળી 500 ml 15 રૂપિયામાં મળતી હતી તે હવે 16 રૂપિયામાં મળશે અને લસ્સી જે 170 ml પાઉચ 10 રૂપિયા મળતું હતું તે 11 રૂપિયામાં મળશે.

આ સાથે ખાદ્ય તેલના ભાવમાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે કપાસિયા તેલ સીંગતેલ પામોલીન તેલ ના ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો છે તમને જણાવી દઈએ તો સિંગતેલના ભાવમાં ટૂંક જ સમયમાં ઘણા ભાવ વધારો થયો છે અત્યારે સિંગતેલ ડબ્બાનો ભાવ 2800 રૂપિયા ની સપાટીએ પહોંચી ગયો છે.

સીંગતેલના ડબ્બાના ભાવમાં હાલ અત્યારે દસ રૂપિયાનો વધારો થયો છે અને અત્યારે સિંગતેલના ડબ્બાના નવો ભાવ 28 અને 10 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે કપાસિયા તેલના ભાવમાં પણ દસ રૂપિયા વધારો કરીને અત્યારે એક તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા થઈ ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ હજી પણ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ શકે છે તે પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે સિંગતેલના ભાવમાં વધારો જોવા મળશે તો સાથે સાથે સાઈડ તેલ સાથે કપાય છે તેમાં પણ ભાવ વધારો થઈ શકે તેવી શક્યતા છે અને કેટલાક મહિનાઓથી સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સીંગતેલ ખૂબ જ મોંઘુ પણ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ તો ઇન્ડોનેશિયામાંથી આવતું પામતેલ ની આયાત લઈને હાલ અત્યારે એક ડબ્બાનો ભાવ 1920 રૂપિયા પહોંચ્યો છે તમને જણાવી દઈએ તો ફક્ત આ તેલમાં જ ભાવનો ઘટાડો જોવા મળ્યો છે બાકી બધા જ તેલના ભાવ વધારો થતો જોવા મળ્યો છે. તમને જણાવી દે તો છેલ્લા ત્રણ મહિનાથી પામતેલના ભાવમાં 500 થી લઈને 600 રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.