70 લાખ લોકોને હવે થશે ફાયદો જ ફાયદો, હવે દર મહીને મળશે સિંગતેલ અડધા પૈસામાં જાણો કેવી રીતે…

રાજ્ય સરકારની આજ રોજ કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી આ કેબિનેટ બેઠકમાં રાજ્યના NFSA કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કરવા માટે દરખાસ્ત મૂકવામાં આવી. જોકે આ દરખાસ્તને હાલ વિચારણા હેઠળ રાખવામાં આવી છે ત્યારે આગામી સમયમાં રાજ્યના 70 લાખ કરતાં વધારે NFSA કાર્ડ ધારકો માટે મોટો ફાયદારૂપ નિર્ણય લેવાઈ શકે છે.

કેબિનેટ બેઠકમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી કે હાલ રાજ્યમાં NFSA કાર્ડધારકોને વર્ષમાં બે વખત જ એટલે કે જન્માષ્ટમી અને દિવાળી સમયે જ સીંગતેલ આપવામાં આવે છે ત્યારે પ્રતિ માસ જો સિંગતેલ આપવામાં આવે તો આવા સંજોગોમાં રેશનકાર્ડ ધારકોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે. કેબિનેટ બેઠકમાં મુકાયેલી દરખાસ્તને આધારે તમામ મંત્રી મંડળે ચર્ચા કરી હતી.

જોકે આર્થિક બોજા સહિતના વિવિધ વહીવટીય પાસાનો અંદાજ કાઢવા માટે હાલ આ દરખાસ્તને વિચારાધીન રાખવામાં આવી છે. રાજ્ય સરકાર હાલ વાર્ષિક બે વખત તહેવાર દરમિયાન સિંગતેલ આપે છે ત્યારે લગભગ 55 કરોડ જેટલો આર્થિક બોજ થાય છે તેવામાં હવે જ્યારે પ્રતિ માસ સીંગતેલ આપવાની વિચારણાં ચાલી રહી છે ત્યારે પ્રતિ વર્ષ સરકારને રૂ. 400થી 500 કરોડનો આર્થિક બોજ ઊભો થાય તેવી શક્યતા છે.

થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકારે નિર્ણય લેવાયો હતો કે વર્ષ દરમિયાન બે વખત અપાઈ રહેલા સીંગતેલમાં 97 રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય કરી માત્ર 100 રૂપિયામાં જ સિંગતેલ આપવાનો નિર્ણય કરાયો હતો ત્યારે હવે વિચારાધીન નિર્ણયમાં પણ સિંગતેલ માત્ર 100 રૂપિયાની કિંમતે જ અપાય તેવી વહીવટીય પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

તારીખ 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના 71 લાખ કાર્ડ ધારકોને હવેથી પ્રતિ માસ 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યાર સુધી રાજ્યના 50 તાલુકાને આ લાભ મળતો હતો, જે લાભ હવે રાજ્યના 250 તાલુકાની પ્રજાને મળશે.

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે સરકાર જો આ પ્રકારે નિર્ણય કરે તો અત્યંત આવકારદાયક નિર્ણય એટલા માટે ગણાય કેમ કે સિંગતેલનો વપરાશ વધશે અને તેના કારણે સ્થાનિક ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીને બીજી કોઈ અસર આ નિર્ણયને કારણે ન થઈ શકે, કેમ કે કાર્ડ હોલ્ડર પૂરતો આ નિર્ણય હોય છે.

રાજ્યમાં અત્યારસુધી અંત્યોદય અને BPL કાર્ડ ધારકોની આવક મર્યાદા 10 હજાર રાખવામાં આવી હતી. આ આવક મર્યાદાના ધોરણો ફેરફાર કરી અને હવે 15 હજાર કરવામાં આવ્યા હોવાનો નિર્ણય મુખ્યમંત્રીએ 15 ઓગસ્ટના રોજ જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.