રાજ્ય સરકારનો મોટો નિર્ણય સિંગતેલના ભાવમાં જોવા મળ્યો કડાકો… ગુજરાતના 71 લાખ પરિવારને સિંગતેલ મળશે અડધી કિંમતમાં… -જાણો ખાસ

પહેલી ઓગસ્ટે ખાદ્ય તેલના ભાવમાં 36 રૂપિયાનો વધારો થયો હતો. ખાદ્યતેલના વધી રહેલા તો તે ભાવો એ લોકોને અત્યારે કમર તોડી નાખી છે, સીંગતેલ કપાસિયા તેલના ભાવમાં સતત કેટલો ભાવ વધારો થઈ રહ્યો છે કે લોકોનું બજેટ વિખાઈ ગયું છે. એક દિવસે તે લક્ઝરીયસ ખાણીપીણીમાં ન આવી જાય બસ તેની ચિંતા છે.

હાલ અત્યારે ગુજરાત સરકારે સિંગતેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે ગુજરાત સરકારે જે 200 રૂપિયાનું લીટર સીંગતેલ મળતું હતું તે હવે માત્ર ₹100 માં મળશે તેવી સરકારે જાહેરાત કરી છે આ જાહેરાત ફક્ત ગરીબોના રાહત માટે છે જે દરરોજ ને દરરોજ પોતાનું રાશન લાવીને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરતા હોય છે તેના માટે રાજ્ય સરકારે આ સહાય કે રાહત જાહેર કરી છે.

આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અત્યારે રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી આવી રહી છે આવવામાં ખાદ્ય તેલના ભાવ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે જેના કારણે મધ્યમ વર્ગના લોકો અને ગરીબ લોકો ને પોસાય તેમ નથી અને તેના કારણે અત્યારે સરકારે રાજ્યના ૭૧ લાખ રાશનકાર્ડ ધારકોને રાહત આપવાની મોટી જાહેરાત કરી છે.

આ નિર્ણય લેવા માટે ગાંધીનગરમાં એક મુખ્ય બેઠક યોજાઇ હતી અને જેના બાદ 71 લાખ રાશનકાર્ડ ધારકોને સો રૂપિયા લીટર ના ભાવે સિંગતેલ આપવાનો નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 ઉપર પહોંચી ગયા છે (જાણવા મળતી માહિતી મુજબ).

ત્યારે સરકારે ખૂબ જ મોટો નિર્ણય જાહેર કરતા 71 લાખ રાશનકાર્ડ ધારકોને વાર્ષિક બે વખત તહેવાર નિમિત્તે 1 l સિંગતેલ રાહત દરે આપવાનું નિર્ણય કર્યો છે જે સિંગતેલ 200 રૂપિયા લિટર મળતું હતું તે સિંગતેલ હવે ફક્ત ₹100 માં મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *