તેલનો ભાવ આસમાને પહોચ્યો, સીંગતેલના ભાવ જાણીને તો તમે પણ ચોકી ઉઠજો, તમે પણ કહેશો આના કરતા તો સોનુ વધુ સસ્તું કહેવાય…

રાજકોટમાં બુધવારે સિંગતેલના ભાવમાં વધુ રૂ. 20નો ભાવવધારો થયો હતો. આ સાથે જ તેલના ભાવે રૂ.2900ની સપાટી કુદાવતા ડબ્બાનો ભાવ રૂ.2910 થયો હતો. હાલમાં મગફળીની આવક અડધી છે. સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. પરિણામે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ તેની ઐતિહાસિક સપાટીએ છે.

તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહિ હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. સોમવારે ખૂલતી બજારે તેલનો ભાવ રૂ. 2850 રહ્યો હતો. મંગળવારે રૂ.40 નો ભાવવધારો આવ્યા બાદ બુધવારે રૂ.20નો વધારો આવ્યો હતો અને આમ બે દિવસમાં સિંગતેલમાં રૂ. 60નો વધારો થયો હતો.

જોકે માત્ર તહેવાર સમયે જ ભાવ બાંધણું કરીને સંતોષ માની લેતા તંત્રને તહેવાર પછી વધેલા ભાવ અંગે નજર અંદાજ કરે છે. બુધવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1700નો થયો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. યાર્ડમાં બુધવારે ઝીણી મગફળીની 700 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 205 ક્વિન્ટલ થઇ હતી.

સિઝન સમયે મગફળીનો ભાવ રૂ.1200થી 1300 પ્રતિ મણ રહ્યો હતો, પરંતુ હાલમાં મગફળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં સિઝન કરતા વધારો આવ્યો છે. બુધવારે જાડી મગફળીનો ભાવ રૂ.1441 એ પહોંચ્યો હતો અને ઝીણી મગફળીનો ભાવ રૂ.1358 થયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર નવી મગફળીની આવક હાલમાં અને દિવાળી પછી એમ બે વખત થતી હોય છે.

બિયારણની ખરીદી સમયે વધુ મગફળી વેચાવા આવી હતી.જેથી જૂના સ્ટોકનો નિકાલ થઈ ગયો હોવાને કારણે અત્યારે તેની આવક ઓછી છે.​​​​​​​ બીજી તરફ પામોલીન તેલમાં ભાવમાં ઘટાડો થયો છે. બુધવારે પામોલીન તેલનો ભાવ રૂ.1910થી રૂ. 1915 સુધીનો થયો છે. કપાસિયા તેલમાં રૂ. 10નો ઘટાડો આવતા તેલનો ભાવ રૂ.2515 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *