ગૃહિણીઓના હોશ ઉડાવી નાખે તેવા સમાચાર! સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં વધારો…

મોંઘવારીના માર વચ્ચે અત્યારે લોકોને ફરી એક વખત મોટો ઝટકો લાગ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવમા તો કડાકા ભડાકા સાથે વધી રહ્યા છે ત્યારે ખાદ્ય તેલ માં પણ સતત ત્રીજા દિવસે અત્યારે ભાવમાં વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓના હોશ ઉડાવી નાખ્યા છે.

મહત્વની વાત તો એ છે કેમ આ મોંઘવારીના મારમાં અગાઉ પણ બેસી ત્રણ વખત સીંગતેલ અને કપાસિયા તેલમાં ધરખમ વધારો કર્યો હતો અને ફરી એક વખત સીંગતેલ અને કપાસિયા તેલમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ કપાસ અને મગફળીમાં આવક વધી રહી છે અને ખાદ્ય તેલના ભાવમાં પણ સતત અને સતત વધારો થઈ રહ્યો છે.

કમોસમી વરસાદ અને વાતાવરણના કારણે મગફળી અને કપાસિયા તેલમાં ભેજ પીરાણ થઈ શકતું નથી. અને આ માટે વેપારીઓનું કેવું એમ છે કે અત્યારે સીંગતેલ અને કપાસિયા તેલનો માંગ પણ વિદેશમાં ખૂબ જ વધી રહી છે તેના કારણે અહીંયા પણ તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ તો સિંગતેલ અને કપાસિયા તેલમાં અત્યારે 10 10 રૂપિયા નો ભાવ નો વધારો કરવામાં આવ્યો છે. અને આ બધા સાથે અત્યારે સીંગતેલના ભાવ 2680 થી લઈને 2740 રૂપિયા સુધી ઊંચો ભાવ પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ પણ આસમાને પહોંચતા 2480 થી લઈને 2530 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે હવે આવનારા દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે અને તેના કારણે ડિમાન્ડ વધવાને કારણે પહેલી આ રાજાઓએ પણ તેમાં ભાવ વધારો જિકિયો છે.

ઉલ્લેખનીય છે કેમ કપાસિયા તેલના ભાવ અને સીંગતેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ અત્યારે ખોરવાઈ ગયું છે તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સીંગતેલના એક ડબ્બા નો ભાવ ₹100 જેટલો વધારો થયો હતો જ્યારે છેલ્લા 15 દિવસમાં કપાસિયા તેલનો ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આ ભાવ વધારો ટૂંક સમયમાં જ વધ્યો છે. જે ચોક્કસપણે કોઈ પણ ગૃહિણીઓનું બજેટ કરવી શકે છે જો હાલના એક તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે 2730 રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે કપાસિયા તેલના ભાવ 2530 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.