હેલ્થ

કમર દર્દ, સ્નાયુના દુઃખાવો થી રાહત મેળવવા માટે અપનાવો આ એકદમ સરળ ટીપ્સ

સ્નાયુઓમાં દુઃખાવો એ એક એવી જટિલ સમસ્યા છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ભારે વસ્તુઓને ઉપાડવા અને લાંબા સમય સુધી કામ કરવાને કારણે સ્નાયુઓમાં ખુબ જ તાણ આવે છે. ખાસ કરીને કોરોનાના આ કપરા કાળ દરમિયાન, વર્ક ફ્રોમ હોમ દરમિયાન અને લાંબા સમય સુધી એક જ મુદ્રામાં બેસવાથી પણ સ્નાયુઓમાં તાણ આવે છે. આ કારણે, શરીરના સ્નાયુઓમાં દુઃખાવો થાય છે.

ઘણા લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પેઇનકિલર ટ્યુબનો સહારો લે છે. જો કે, આ એક તાત્કાલિક સારવાર છે. તે પીડામાંથી તાત્કાલિક રાહત આપે છે, પરંતુ તે લાંબા ગાળાનો ઉપાય નથી કેમ કે અમુક ટાઇમ પછી તરત જ ફરી સ્નાયુમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ માંસપેશીઓના દુઃખાવાથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે આ ઘરેલુ ઉપાયો અપનાવી શકો છો.

સરસવના તેલનો ઉપયોગ કરો સરસવનું તેલ કુદરતી દવા માનવામાં આવે છે. તેનો ઉપયોગ ત્વચાની સપાટી પર લોહીનું પરીભ્રમણ વધારવામાં ખુબ મદદ કરે છે. તે સ્નાયુઓમાં જામ થઇ ગયેલા લોહીને ફરી ભ્રમણ કરવા અને સ્નાયુના દુઃખાવામાં પણ રાહત આપે છે. આ માટે, સૌ પ્રથમ સરસવના તેલમાં લસણની બે કળીઓ નાંખો અને તે પાણીને હૂંફાળું ગરમ કરી લો. હવે હૂંફાળા તેલથી હાથ-પગને સારી રીતે મસાજ કરો જેથી સ્નાયુના દેખાવમાં રાહત મળે છે. તે તાણ ઘટાડે છે અને સ્નાયુના દુઃખાવામાં રાહત આપે છે. આ સાથે, લસણનું તેલ પીઠનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો અને ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે.

આદુ વાપરો આદુને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં ઔષધિ માનવામાં આવે છે. બદલાતી મોસમ અને કોરોનાના રોગચાળા દરમિયાન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ડોક્ટરો આપણને હંમેશા આદુનો ઉકાળો અને ચા પીવાની સલાહ આપે છે. આદુ બળતરા વિરોધી દવા તરીકે કામ કરે છે અને રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી સ્નાયુના દુઃખાવામાં પણ રાહત મળે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આદુનું સેવન સ્નાયુના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે ફાયદાકારક છે. આ માટે આદુને પેઇન કિલર પણ કહેવામાં આવે છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે, સ્નાયુના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે આપવા માટે એપલ સીડર વિનેગર પણ કાયદાકારક છે. આ માટે એક ગ્લાસ નવશેકાં પાણીમાં એક ચમચી એપલ સીડર વિનેગર મિક્સ કરીને પીવાથી સ્નાયુના દુખાવાથી ઘણી રાહત મળે છે. સફરજનના વિનેગરમાં પોટેશિયમ તત્વ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે, જે સ્નાયુઓમાં દુઃખાવો અને ખેંચાણને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ બીજો ઉપાય એ છે કે, તમે સ્નાયુના દુઃખાવાથી રાહત મેળવવા માટે બરફના ટુકડાઓનો પણ ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *