પિતાની પાનની દુકાનથી લઈને જાણો સિલ્વર મેડલ સુધીની સંકેત મહાદેવ સરગરેનો સંઘર્ષ… -જાણો

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે પોતાનું ખાતું ખોલી નાખ્યું છે. સંકેત મહાદેવ સરગરે વેઇટલિફ્ટિંગમાં 55 કિલો કેટેગરીમાં પોતાના અને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. સંકેત સરગરે સનેચ અને ક્લિન એન્ડ જર્કમાં કુલ 248 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.

સંકેત મહાદેવ પ્રથમ રાઉન્ડમાં 113 કિલો વજન ઉપાડ્યું હતું જે બાદ સંકેતો બીજા રાઉન્ડ એટલે કે ક્લીન એન્ડ જર્કમાં 135 કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ પોતાના નામે કરી નાખ્યું હતું. તમને જણાવી દઈએ તો સંકેત મહાદેવ જેમ મહારાષ્ટ્રના સાંગલી નો વતની છે અને તેને વેઇટ લિફ્ટિંગ સાથે ઘણો ઊંડો લગાવ છે.

ફક્ત 21 વર્ષનો સંકેત મહાદેવ કોલાપુરના શિવાજી યુનિવર્સિટીમાં ઇતિહાસનો વિદ્યાર્થી છે. સંકેત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020 માં પણ ચેમ્પિયન રહી ચૂક્યો છે સંકેત મહાદેવ ૫૫ કિલો કેટેગરીમાં નેશનલ રેકોર્ડ પણ ધરાવે છે જે 244 કિલો નો છે.

જો સંકેત ના પિતાની વાત કરવામાં આવે તો સંકેત મહાદેવ ના પિતા સાંગલીમાં એક પાનની દુકાન ચલાવે છે અને સંકેતનું સપનું છે કે પોતાના પિતાને આરામ કરતા જોવા માંગે છે સંકેત હમણાં થોડા સમય પહેલા જ કહ્યું હતું કે જો હું ગોલ્ડ મેડલ લઈને આવીશ તો મારા પિતાને ઘણી મદદ થશે તેમણે મારા માટે જીવન ન્યોછાવર કરી નાખ્યું છે.

તેમણે મારા ખાતર ઘણી મહેનત કરી છે અને હવે હું તેમને ખુશી આપવા માગું છું સંકેતનો લક્ષ હજી પણ આનાથી મોટું છે અને તે પેરિસ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું જોઈ રહ્યો છે. જે સંકેત મહાદેવની મહેનત જોતા શક્ય પણ બની શકે છે. સંકેત મહાદેવ આ સિલ્વર મેડલ જીતીને ફક્ત પોતાનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.