ગર્ભવતી પત્નીનું હદય બેસી જતા મૃત્યુ, દીકરીને જન્મ આપ્યો પણ હજી આંખ ખોલીને દુનિયા જોવે તે પહેલા જ મૃત્યુ થયું, સોલંકી પરિવારમાં…

જૂનાગઢમાં હાલ અત્યારે એક દુઃખદ ઘટના સામે આવી રહી છે ત્યાં સોલંકી પરિવારમાં પુત્રવધુ જન્મેલી પુત્રીનું મૃત્યુ થવાથી સમગ્ર સોલંકી પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે પરંતુ દુઃખ ભૂલીને સમગ્ર માનવજાત અને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. જૂનાગઢમાં રહેતા મયુર સોલંકી ના દીકરા શ્રીનાથ સોલંકી ની પત્ની મોનિકા સોલંકી જે પેટથી હતી.

સોલંકી પરિવારમાં ચારેય તરફ ખુશીનો માહોલ બંધાવવાનો હતો પરિવારમાં એક અનોખો જ આનંદ જોવા મળ્યો હતો અને ડિલીવરીનો દિવસ પણ આવી ગયો હતો પરંતુ ડિલિવરી સમયે મહિલાનું હૃદય બેસી જતા મૃત્યુ થયું હતું પરિવારમાં ખુશીનો માહોલ અચાનક જ દુઃખમાં અને શોકમાં ફેરવાઈ ગયો હતો.

આ સમાચાર મળ્યા અચાનક જ ઓપરેશન રૂમ થિયેટર માંથી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે બાળક હજી જીવિત છે તેને સિઝેરિયન કરીને બચાવી લેવું છે ત્યારે પરિવારના લોકોએ તરત જ હા પાડી દીધી હતી અને સોલંકી પરિવારની પુત્ર વધુ જતા જતા એક ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો હતો.

પરિવારે પોતાની પુત્રવધુ તો ગુમાવી દીધી પરંતુ દીકરી નો જન્મ થતા થોડી ખુશીની ઘડી પણ છવાઈ ગઈ હતી પરંતુ પરિવારના લોકોને ક્યાં ખબર હતી કે આ ખુશીનો ફળો પણ થોડી જ વારમાં છીનવાઈ જશે અને જોત જોતા માટે થોડા જ સમય પહેલા જન્મેલી બાળકીનું પણ અવસાન થઈ ગયું છે જે બાળકે હજી આંખ ખોલીને દુનિયા જોઈ પણ ન હતી તેનું મૃત્યુ થઈ ગયું.

ભગવાનએ સોલંકી પરિવારની ખુશીની બે ઘડી આવી હતી તે પણ છીનવી લીધી અને પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવું થઈ ગયું હતું. કલાકો ની અંદર સોલંકી પરિવાર પોતાની પુત્રવધુ સાથે જન્મેલી દીકરીને પણ ગુમાવી દીધી હતી. સોલંકી પરિવાર સમાજસેવાનું કાર્ય કરવાનું પણ ચૂક્યા નહીં અને… આટલો મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે છતાં પણ પરિવારે પોતાની પુત્રવધુ મને કાંઈ આંખનું દાન કર્યું હતું. સોલંકી પરિવાર એક સાથે બે ઘરના સદસ્યો ગુમાવ્યા અને સમગ્ર પરિવાર અત્યારે શોકમાં છે.

Leave a Reply

Your email address will not be published.