સોમનાથ દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યાં જ રસ્તામાં સર્જાયો એવો ગંભીર અકસ્માત કે… સાસુ-વહુના ઘટના સ્થળે જ મૃત્યુ, પરિવારના બીજા લોકો ગંભીર રીતે ઘાયલ…
તારાપુર વાસદ ધોરીમાર્ગ પર પુર પર ઝડપે જતીકાર ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ગાડીમાં એક જ પરિવારના પાંચ સભ્યો સવાર હતા જેમાંથી સાસુ અને પુત્રવધુનું ઘટનાસ્થળ જ મોત નીપજ્યું હતું જ્યારે યુવક પિતા અને પુત્રને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પુના નો પરિવાર સોમનાથ દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાં જ રસ્તામાં આ જોરદાર અકસ્માત સર્જાયો હતો વડોદરા ખાતે રહેતા મોનાશેખર પ્રેમશેખર પ્રસાદ ના સંબંધી જે પુનાથી સોમનાથ દર્શન કરવા માટે જતા હતા ત્યારે શનિવારના રોજ સવારના પોરમાં તારાપુર રોડ ઉપર આ સમગ્ર ઘટના સર્જાઇ હતી.
મોનાર્ક તાત્કાલિક આણંદ આવી ગયા હતા જ્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અભિજીત અજીત કુમાર મંડળ જે પુનાના રહેવાસી છે તેનો પરિવાર સોમનાથ દર્શન કરવા ecosport કારમાં લઇ નીકળ્યા હતા. પરંતુ તારાપુર રોડ ઉપર પૂરપાર ઝડપે પસાર થતા હતા તે દરમિયાન બ્રિજના ડિવાઈડર સાથે કાર અથડાય હતી અને તેના કારણે આ સમગ્ર ઘટના સર્જાય.
અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે કારમાં સવાર સાસુ અને પુત્રવધુ બંનેના મોત નીપજ્યા હતા, આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ તાત્કાલિક ધોરણે પરિવારના પાંચે સભ્યોને તારાપુર કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં અકસ્માતમાં અભિજીતના પત્ની નિશાબેન અભિજીત મંડળ જેની ઉંમર ૩૨ વર્ષની છે સાથે માતા પૂર્વી બહેન અજિત કુમાર મંડલ નું મૃત્યુ થયું હતું.
જ્યારે અભિજીત, અજીત કુમાર અને વીર ને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુ મોનાર્ક શેખરની ફરિયાદ આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ લીધી હતી અને વધુ આગળ તપાસ હાથ ધરી છે.