સમાચાર

સોનાના ભાવમાં થયો ઘટાડો, સસ્તું થયું સોનું, જાણો તમારા શહેરનો આજનો ભાવ

સતત વધારા બાદ હવે સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા મહિને સોનાનો ભાવ 55,000ને પાર કરી ગયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતીય સોનાના બજાર પર મોટી અસર પડી હતી. ગોલ્ડ માર્કેટમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નની સિઝનમાં ત્યારે સારા એવા ગ્રાહકો સોનુ લેતા જોવા મળી રહ્યા હતા.

સોનાના ભાવમાં વધારો થવા છતાં પણ ઘર સારું રહ્યું હતું. 10 ગ્રામ સોનાનો ભાવ આજે 51,800 રૂપિયા પર પહોંચી ગયો છે, પરંતુ તે બજારમાં સોનુ લેવા વાળા ગ્રાહક દેખાતા નથી. જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકની સંખ્યામાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્વેલર્સ માને છે કે જો ભાવ વધુ ઘટશે તો કદાચ ગ્રાહકો આવશે.કિંમતોમાં 500,000 કે તેથી વધુ ઘટાડો થવાની અપેક્ષા છે.

અત્યારે લગ્નની સિઝન હોવા છતાં પણ ગરાકી ખૂબ જ ઓછી થઈ જતા દુકાનદારો ચિંતામાં આવી ગયા છે. નોંધનીય છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની સરખામણીએ એપ્રિલમાં સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદના એરકાર્ગો કોમ્પ્લેક્સમાં પણ સોનાની આયાત ઘટી હતી. 55,000 હજારનો ભાવ ઘટીને 54,800 થયો હતો. ગત સપ્તાહનો ભાવ 52,850 હતો જે આજે ઘટીને 51,800 થયો છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.