સોનાલી ફોગાટના મર્ડર કેસમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા સામે આવ્યા, જાણીને ગોવા પોલીસ પણ દંગ રહી ગઈ, સીસીટીવી ફૂટેજમાં એવું જોવા મળ્યું કે જોઈને…
સોશિયલ મીડિયા સ્ટાર અને હરિયાણવી ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટ ના મૃત્યુના સમાચાર અત્યારે સમગ્ર દેશમાં ચકચાર બન્યા છે ત્યારે ગોવા પોલીસે અત્યારે આ કેસ પાછળ વધુ શોધખોળ કરતાં કેટલાક ચોકાવનારા ખુલાસા પણ કર્યા છે સોનાલી ફોગાટના મૃત્યુ ના સમાચાર બાદ તેના ભાઈએ હત્યાનો કેસ નોંધાવ્યો હતો ત્યારે પોલીસ અધિકારીઓએ આ કેસની વધુ તપાસ હાથ ધરી.
જેમાં સોનાલી ફોગટના બાદ આ સમગ્ર મામલાની તપાસ કરતાં ચોકાવનારા ખુલાસા થયા હતા જેમાં સોનાલી ફોગાટ ને લિક્વિડ માં ડ્રગ્સ મિક્સ કરીને પીવડાવવામાં આવ્યું હતું. ગોવાના આઈ.જી જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ કર્મચારીએ વધારે પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સોનાલી ફોગાટ ને બળજબરી પૂર્વક પદાર્થ લિક્વિડ માં આપવામાં આવ્યો હતો.
View this post on Instagram
આઈજી ઓમવીર સિંહ જણાવ્યું હતું કે સોનાલી ફોગાટ અને બળજબરીથી ડ્રગ્સ પીવડાવ્યો હતો અને ત્યારબાદ તેની હાલત વધારે ખરાબ થતા સવારના 4:30 વાગ્યે તેને ભાન ન રહ્યું હતું ત્યારે આરોપી તેને ટોયલેટમાં લઈ ગયો હતો અને તેણે બે કલાક સુધી શું કર્યું તે હજી પણ આરોપીએ જવાબ આપ્યો નથી અત્યારે આ સમગ્ર ઘટનાની ફૂટેજ સામે આવી છે.
આઈજી ઓમવીર જણાવ્યું કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ફોરેન્સિક ટીમ સાથે તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને અમને લાગી રહ્યું છે કે સોનાલી ફોગાટ ને બળજબરી પૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હોય અને જેનાથી તેનું મૃત્યુ થયું છે, પાર્ટીમાં વધુ બે યુવતીઓ પણ હતી જેની અત્યારે શોધખોળ ચાલુ કરવામાં આવી રહી છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.