દીકરીની માતાને અંતિમ વિદાય, પિતરાય ભાઈઓ સાથે દીકરીએ મુખાગ્નિ આપી, સોનાલી ફોગાટના અંતિમ સંસ્કારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા…

હરિયાણાના બીજેપી નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના શુક્રવારે બપોરે 12.30 વાગ્યે હિસારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સોનાલીની પુત્રી યશોધરાએ તેના પિતરાઈ ભાઈ સાથે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. આ દરમિયાન લોકો ‘સોનાલી અમર રહે’ અને તેઓ ‘સોનાલીના હત્યારાઓને ફાંસી થાય’ તેવા નારા લગાવતા રહ્યા હતા.

થોડા દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુલદીપ બિશ્નોઈ સોનાલીને શ્રદ્ધાંજલિ આપવા સ્મશાનગૃહ પહોંચ્યા હતા. સોનાલીનો પાર્થિવદેહ સવારે 10.15 વાગ્યે અંતિમ દર્શન માટે તેમના ઢંઢૂર ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો. આ ફાર્મ હાઉસ હિસાર-સિરસા નેશનલ હાઈવે પર હિસારથી 10 કિમી દૂર છે. સોનાલીની અંતિમ યાત્રા 11 વાગ્યે ફાર્મ હાઉસથી ઋષિ નગર સ્મશાન માટે નીકળી હતી.

અંતિમ યાત્રા દરમિયાન સોનાલીની એકમાત્ર પુત્રી વસુંધરાએ તેના પાર્થિવ દેહને કાંધ આપી હતી. ગુરુવારે સાંજે જ ઢંઢૂર ફાર્મ હાઉસમાં જ પાર્થિવદેહનાં અંતિમ દર્શન માટે રાખવા માટે જગ્યા તૈયાર કરવામાં આવી હતી. સોનાલીના ભાઈ રિંકુ અને જીજા અમન પુનિયાએ મોડી રાત્રે મૃતદેહ લઈને હિસાર પહોંચ્યા હતા. મૃતદેહોને હવાઈ માર્ગે ગોવાથી દિલ્હી અને રોડ માર્ગે નવી દિલ્હીથી હિસાર લાવવામાં આવ્યો હતો.

સોનાલી 23 ઓગસ્ટે સવારે ગોવાના એક રિસોર્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યાં હતાં. આ દરમિયાન સોનાલીના જેઠ કુલદીપે સુધીર સાંગવાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. કુલદીપે જણાવ્યું કે સુધીરે ગુરુગ્રામમાં ભાડા પર ફ્લેટ લેવા માટે સોનાલીને પોતાની પત્ની હોવાનું જણાવ્યું હતુ.

હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું હતું કે જો સોનાલીનો પરિવાર લેખિતમાં માગ કરશે તો રાજ્ય સરકાર આ મામલે સીબીઆઈ તપાસ ચોક્કસ કરાવશે. સરકારને તપાસ કરવામાં કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે સોનાલીનો પરિવાર પહેલા દિવસથી જ આ મામલામાં સીબીઆઈ તપાસની માગ કરી રહી છે. પરિવારે કહ્યું હતું કે તે ગોવા પોલીસની તપાસમાં વિશ્વાસ નથી રાખતો.

ગોવા પોલીસે ગુરુવારે સોનાલીના ભાઈ રિંકુ ઢાકાની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે અને સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની ધરપકડ કરી હતી. સોનાલીનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ આઈપીસીની કલમ 302 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ગોવા પોલીસ આજે સુધીર અને સુખવિંદરને કોર્ટમાં હાજર કરશે.

સોનાલીના પરિવારની સંમતિથી તેનું પોસ્ટમોર્ટમ ગુરુવારે ગોવામાં કરવામાં આવ્યું હતું, જે 4 કલાકથી વધુ ચાલ્યું હતું. 3 ડોકટરની પેનલ બપોરે 12.45 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ થયું, જે સાંજે 4 વાગ્યે પૂરું થયું હતું. એનું વીડિયોગ્રાફી કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન સોનાલીનો ભાઈ રિંકુ ઢાકા અને જીજા અમન પુનિયા હોસ્પિટલમાં જ હાજર રહ્યા હતા.

ગોવા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનાલી એ જ રિસોર્ટમાં ભોજન કરી રહી હતી, જ્યાં ગોવા પહોંચ્યા બાદ તેનો રૂમ બુક કરવામાં આવ્યો હતો. 22 ઓગસ્ટની રાત્રે તે પ્રથમ વખત રિસોર્ટથી બહાર કર્લીઝ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગઈ હતી અને એ જ રાત્રે તેનું મૃત્યુ થયું હતું. સોનાલીના જીજા અમન પુનિયાએ દાવો કર્યો હતો શું સુધીર તેને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં લઈ ગયો.

ત્યાં સોનાલીની તબિયત બગડતાં સુધીર તેની સાથે લેડીઝ વોશરૂમમાં 3 કલાક બેઠો હતો. તે સોનાલીને તાત્કાલિક હોસ્પિટલ કેમ ન લઈ ગયો? તેની તપાસ થવી જોઈએ. ગોવાના ડીજીપી જસપાલ સિંહના જણાવ્યા અનુસાર, સોનાલીને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું કે નહીં?

જ્યારે તેની તબિયત બગડી ત્યારે તેને ‘કર્લીઝ’ રેસ્ટોરન્ટના લેડીઝ વોશરૂમ લઈ જવાઈ હતી કે નહીં? આ મુદ્દાઓ તપાસ હેઠળ છે. પરિવાર દ્વારા એફઆઈઆર ન નોંધવાના આરોપો પર ડીજીપીએ કહ્યું હતું કે ફરિયાદની ચકાસણી કર્યા બાદ FIR નોંધવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.