બિહારમાં નવાદા જિલ્લામાં એક અનોખો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથવાળી બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે બોલિવૂડના સ્ટાર ના ફોન ઉપર બાળકીનુ ઓપરેશન કરાયું હતું. બિહારમાં પટના જિલ્લામાં એક મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળી બાળકીને જન્મ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ બાળકીના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા. આ બાળકનું ઓપરેશન કરવું ડોક્ટર માટે ખૂબ જ કપરું હતું. જ્યારે સોનુ સૂદે આ બાળકી વિશે જાણ્યું ત્યારે તેમણે સુરતની કિરણ હોસ્પિટલને આ બાળકીનું ઓપરેશન કરાવવા ભલામણ કરી હતી. આ બાળકીને સુરતની કિરણ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને તેનું જટિલ ઓપરેશન સક્સેસફુલ બનાવવામાં આવ્યું હતું. હવે તે બાળકી સામાન્ય રીતે જીવન જીવી શકે છે.
ચાર પગ અને ચાર હાથવાળી આ બાળકીનું નામ ચહુંમુખી છે. બિહારના નનવાદા જિલ્લાના હેમદા ગામની રહેવાસી છે. ચહુમુખી એ જન્મી ત્યારે તેના ચાર પગ અને ચાર હાથ હતા. ના કારણે બાળકીને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. સરળતાથી હરી-ફરી અને રમી પણ શકતી ન હતી. જ્યારે તે જન્મી ત્યારે તેના ચાર હાથ અને ચાર પગ હતા આથી ડોક્ટરો પણ તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આથી તેનું નામ ચહુમુખી આવ્યું હતું.
આ બાળકી ના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયા હતા. સોનુ સૂદે આ બાળકીને મદદ કરવાનું નક્કી કરી લીધું હતું. આથી તેમણે જાહેરાત કરી કે તે બાળકી નું ઓપરેશન કરાવશે. ત્યારબાદ ચહુમુખીનો આખો પરિવાર મુંબઈ પહોંચ્યો અને સોનૂ સૂદ ને મળ્યો હતો. ત્યારબાદ સોનુ સૂદે તેને સુરતની કિરણ હોસ્પિટલ માં ઓપરેશન માટે દાખલ કરાવી હતી જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું હતું. આઠ દિવસ પહેલાં જ આ બાળકીનુ ઓપરેશન સક્સેસફુલ કરાયું હતું.
સુરતની કિરણ હોસ્પિટલના ડોક્ટર મીથુન અને તેમની ટીમે લગભગ સાત-આઠ કલાકની બાદ આ બાળકીની સક્સેસફૂલી સર્જરી કરી હતી. સુરતની આ કિરણ હોસ્પિટલ માં ચહુમુખી સોનુ સુદની ભલામણથી ખુબ જ સરસ રીતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની કિરણ હોસ્પિટલ ના દરેક સ્ટાફને ધન્યવાદ કરવા જોઈએ. અથાગ મહેનત બાદ તેઓ એ આ ઓપરેશન સફળ બનાવ્યુ છે.
આ બાળકીની સર્જરીનો આખો ખર્ચો સોનુ સૂદે ઉઠાવ્યો છે.તેમના આ સત્કાર્યની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. હવે આ બાળકી પણ અન્ય બાળકોની જેમ હરી-ફરી અને રમી શકશે. અને એક નોર્મલ જીવન જીવી શકશે. હાલમાં તેની થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.