ફૂલ સ્પીડમાં આવતી કારે ડિવાઈડરને કૂદાવીને સ્કૂટી સવાર મહિલાને કચડી નાખી -Video
કર્ણાટકમાં આવેલા મેંગલોરમાંથી શનિવારના રોજ એક ફુલ સ્પીડમાં આવતી બીએમડબલ્યુ કારે ડિવાઈડરને કૂદાવીને રસ્તાની બીજી બાજુ એક સ્કૂટી ચાલક મહિલાને કચડી નાખી હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે સ્કૂટી સાથે અથડાયા બાદ પણ તેની પાછળ આવતી બીજી કાર સાથે પણ ભટકાઈ ગઈ હતી. આ અકસ્માત દરમિયાન સ્કૂટી સવાર મહિલા બંને કારની વચ્ચે ફંસાઈ ગઈ હતી.
આ આખી ઘટના મેંગલોરના વલ્લભગઢ જંકશનની છે. જો કે સ્કૂટીની પાછળ આવતી એક કારે યોગ્ય સમયે બ્રેક મારી દેતા સ્કૂટી સવાર મહિલાનો જીવ બચી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મહિલાને ઘાયલ સ્થિતિમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સીસીટીવીમાં કેદ થઈ ગઈ આખી ઘટનાઆ. અકસ્માતનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેના ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ પણ શકાય છે કે આ ઘટના ત્યારે ઘટી છે જ્યારે ટ્રાફિક એકદમ નોર્મલ જ હતો. કારની પણ સ્પીડ કેટલી હતી તે વાતનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે સ્કૂટી સવાર મહિલાને હડફેટે લીધા બાદ પણ તેની પાછળ આવતી કારનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થઇ ગયો હતો.
ડિવાઈડર પર એક મહિલા પણ ઊભી હતી, જે બેકાબૂ બીએમડબલ્યુ કારની હડફેટમાં આવતા બચી ગઈ હતી, પરંતુ અનબેલેન્સ્ડ થઈને ત્યાં જ નીચે પડી ગઈ હતી, જેમાં તેને પણ ઈજા પહોંચી હતી. એક રિપોર્ટ પ્રમાણે ઘટના પછી ત્યાં હાજર લોકોએ મહામહેનેતથી ઘાયલ મહિલાને બંને કારની વચ્ચેથી બહાર કાઢી હતી.
તે મહિલા સરખો રીતે ઊભી પણ થઈ શકતી નહોતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ લોકોએ પહેલા તો બીએમડબલ્યુ કારના ડ્રાઈવરને પણ માર માર્યો હતો, બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાંના સિટી ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે ઘટના સમયે ડ્રાઈવર ખૂબ જ નશામાં હતો, જેના કારણે તે કાર પરથી પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો.