સુરતની જાણીતી કંપનીએ પોતાના કર્મચારીને આપ્યું એવડું મોટું બોનસ કે કર્મચારીઓ થઈ ગયા રાજીના રેડ, આખા દેશમાં થઈ રહ્યા છે ખૂબ વખાણ…

ચારે તરફ અત્યારે દિવાળીની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરતના ખૂબ જ જાણીતા વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ ગ્રુપે પોતાના સહ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવાનો નક્કી કર્યું હતું અને આ વખતે ડાયમંડ ગ્રુપ શ્રી રામકૃષ્ણ ના ચેરમેને ૧૦૦૦થી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ માં આપી એવી કીમતી વસ્તુ કે જોઈને સૌ કર્મચારીઓ રાજીના રેડ થઈ ગયા હતા.

હીરા ઉદ્યોગમાં સૌથી મોખરા નું નામ ધરાવતા એવા એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળી બોનસ પોતાના કર્મચારીઓને આપતા હોય છે ત્યારે આ વખતે પણ દિવાળી સ્નેહમિલન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટા પાયે આયોજન કરાયું હતું જ્યાં આ સ્નેહમિલનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા મૂંગભાઈ પટેલ અને રાજ્યમંત્રી દર્શના જરદોશ પણ આ સમારોહમાં પોતાની હાજરી આપી હતી.

એસઆરકે ગ્રુપના ચેરમેન એવા ગોવિંદભાઈ 1000 થી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે સોલાર પેનલ આપવાનું નક્કી કર્યું હતું. સતત વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને બચત થાય અને ગ્લોબલ વોનિગ સામે રક્ષણ આપવા માટે આ બોનસ આપવામાં આવ્યું હતું.

મિત્ર તમને જણાવી દઈએ તો થોડા સમય પહેલા જ એસઆરકે ના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ લીવર ટ્રાન્સલેટ ની સફળતા બાદ પોતાના આખા ગામમાં સોલાર પેનલ મુકાવી હતી અને ત્યારબાદ બધા જ શહીદ પરિવારને ત્યાં સોલર પેનલ મુકાવી સેવા આપી હતી અને આ જોયા બાદ પોતાની કંપનીમાં કામ કરતા સહકર્મચારીઓને પણ દિવાળી બોનસ આપવાનું તેને નક્કી કર્યું હતું જ્યાં કર્મચારીઓને ગિફ્ટ માં સોલાર પેનલ આપીને કારીગરને રાજીના રેડ કરી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *