સમાચાર

આખરે ક્યાં થઇ ગણતરીની મિનિટોમાં લાખોની ચોરી ! તસ્કરની એક એક હરકત CCTVમાં થઇ કેદ

સુરત દિવસે ન વધતું હોય તેટલું રાત્રે વધતું શહેર અહીં જે રીતે વિકાસ થયો છે તેવી જ રીતે સુરતમાં જાણે તસ્કરોનો પણ તરખાટ વધ્યો છે. વારંવાર સુરતમાં ચોરીઓની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી સુરતના વેસુ શહેરમાં. સુરતમાં વેસુ વિસ્તારમાં આગમ એમ્પિરિયો નામના કોમર્શિયલ બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડીંગમાં હોલિડેસ ટૂર એન્ડ ટ્રાવેલર્સ નામની ઓફિસને આ વખતે તસ્કરોએ નિશાન બનાવી.

અહીં તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ રૂપિયા 6 લાખની ચોરીને અંજામ આપ્યો. તસ્કરોએ આ ચોરીને કેવી રીતે અંજામ આપ્યો તે જાણીને પણ ચોંકી જવાય તેવું છે કેમકે તસ્કરોએ બાજુની ઓફિસની બારીમાંથી એસી મશીન પર ચાલીને ટ્રાવેલર્સની ઓફિસમાં પ્રવેશ્યા હોવાનું CCTV માં સ્પષ્ટ થતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. હાલ ઉમરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બે વર્ષ પહેલાં પણ આજ કોમ્પ્લેક્ષમાં બિલ્ડરની ઓફિસમાંથી રોકડ રૂપિયા 25 લાખથી વધુની ચોરી થઈ હતી.

લોક તોડીને તિજોરી સફાસટ આ ઘટનાના ફરિયાદી  કુણાલ રમેશચંદ્ર પવાર ઉ.વ-40 ,ધંધો-ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, (રહેવાસી-A/84,ભાગ્યલક્ષ્મી સોસાયટી વિ- લેકવ્યુ ગાર્ડન ની ગલીમાં, પીપલોદ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી મારા પરીવાર સાથે રહું છું અને ટૂર એન્ડ ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલો છું. વેસુ જે.એચ.અંબાણી સ્કૂલની બાજુમાં આવેલા આગમ એમ્પીરીયો નામની કર્મશીયલ બિલ્ડીંગમાં ત્રીજા માળે મારી ઓફીસ આવેલી છે. જેમાં બે યુવાનો કામ કરે છે.

સવારે મારા સગા ભાઇ કરણ પવારે ફોન ઉપર કહ્યું હતું કે, તારી ઓફીસની બાજુમાં આવેલા ઓમ ટેક સોફ્ટવેરની ઓફીસમાં ચોરીનો પ્રયાસ કરાયો છે, તું ફટાફટ આવી જા અને તારી ઓફિસ ચેક કર” હું તરત જ મારી ઓફીસે દોડી ગયો હતો. ઓફીસનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો પણ ઓફીસમાં કોઈએ પ્રવેશ કર્યો ન હતો. હું મારી ઓફીસમાં પ્રવેશ કરી મારી બેસવાની કેબીનમાં જઇ ડ્રોવરમાં મુકી રાખેલા રોકડ રૂપિયા ચેક કરવા જતા ડ્રોવરનું લોક તુટી ગયેલું હતું. ડ્રોવરમાં મુકેલા ગ્રાહકોના હોલીડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખ ગાયબ હતા. મેં તાત્કાલિક 100 નંબર ડાયલ કરી મારી ઓફીસમાં ચોરી થઇ હોવાની પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

માત્ર 480 સેકેન્ડમાં ચોરીને અંજામ આ ઘટનાના સી.સી.ટી.વી કેમેરાના રેકોર્ડીંગ જોતા તા.26/12/21ના રોજ સવાર કલાક 3.35 મિનિટે મારી ઓફીસમાં પાછળના ભાગેથી કોઈ ઓફિસમાં ઘૂસ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું કે મારી ઓફીસમાંથી ડ્રોવર તોડી તેમાં રોકડા રૂપિયા 6 લાખ લઇને પાછળ તરફથી કલાક 3.43 મિનિટે ભાગતા દેખાયા હતા.

માસ્કધારી ચોર મારી ઓફીસમાં પાછળના ભાગે આવેલી સ્લાઇડીંગ બારી ખોલી ઘૂસ્યા હોવાનું સ્પષ્ટ CCTVમાં દેખાયું હતું. ચોર ઇસમે સફેદ જેકેટ, જીન્સ પેન્ટ, સ્પોર્ટ શુઝ તથા હાથમાં ગ્લવ્ઝ પહેરેલા હતા અને મોઢે રૂમાલ બાંધેલો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ચોર ઇસમે મારી ઓફીસની બાજુમાં આવેલા ઓમ ટેક સોફ્ટવેર ઓફીસમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે ઓફીસમાં કોઇ કિંમતી ચીજવસ્તુ ન હોવાથી તે એમ ટેક સોફ્ટવેરની ઓફીસની બારીમાંથી એસીઓ ઉપર ચાલી મારી ઓફિસમાં ઘૂસ્યા હતા. બે વર્ષ પહેલાં પણ આજ કોમ્પ્લેક્ષના બિલ્ડરની ઓફિસમાંથી લગભગ 25 લાખની ચોરી થઈ હતી. જેઓ CCTVના આધારે ઓળખ થયા હતા. હાલ ઉમરા પોલીસે ફરિયાદ નોંધી ડોગ સ્કવોર્ડની મદદથી ચોરને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *