સમાચાર

રક્ષિત ગુજરાતમાં ક્યાં ખેલાયો ખૂની ખેલ ! શું સુરક્ષિત ગુજરાત છે યુપી બિહારના રસ્તે ?

સુરત શહેરમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરતના રાંદેર રોડ જૈનબ હોસ્પિટલ પાસે ખૂની ખેલ ખેલાયો સલીમ ચાવાળા નામક યુવાનની રીક્ષામાંથી લાશ મળી આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત એસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવાન કાદરશાની નાળ નવો રોડ વિસ્તારના રહેવાસી છે.

ઘટના અંગે જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી યુવકની હત્યાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. તેમના આંક્રદથી વાતાવરણમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

સળગેલો મૃતદેહ કોનો ? મોરબીઃ હળવદના ચરાડવા ગામે સળગાવી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હળવદ પોલીસે મૃતદેહ મળવા અંગે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વ્યકિતએ મૃતક કેશવજીભાઇ પસાયા (ઉ.૩૬) ને તિક્ષ્ણ હથિયાર વડે મારી મારી હત્યા કરી સળગાવી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પીએસઆઈએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો હતો.

હળવદના ચરાડવા નજીક પાસે સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, યુવકની હત્યા કોણે અને કેમ કરી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.

ઘાતકી બન્યો પતિ ! અમદાવાદના ઇસનપુરમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ઝઘડા ચાલતા હતા. ચંડોળા તળાવ પાસેનો બનાવ છે. હત્યા કરી પતિ ફરાર થયો છે. ઇસનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *