સુરતમાં પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા માંગતા હતો પતિ ઘરે જાય તે પહેલા જ પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું અને…

સુરત શહેરમાં એક મહિલાની આત્મહત્યાનો હૃદયદ્વાવક કિસ્સો જોવા મળ્યો છે. ગોડાદરામાં પત્નીએ તેના પતિ પાસે મોપેડ અને મોબાઈલની માગણી કરી જે પૂર્ણ ન થતા બે સંતાનની માતાએ ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો. આ આત્મહત્યાની ઘટનાની કરૂણાંતિકા તો એ હતી કે, પતિએ પત્ની માટે તેની માંગ પ્રમાણેનો મોબાઈલ ઓનલાઈન મગાવી લીધો હતો. જે ફોન આવવાનો જ હતો.

જેથી તે સરપ્રાઈઝ આપે તે પહેલાં જ તેની પત્નીએ આપઘાત કરી લીધો હતો. લાંબા સમયથી મોપેડ અને મોબાઈલની માગ કરી રહી હતી.મળતી માહિતી મુજબ, ગોડાદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં અશ્વિની પ્રકાશ શ્યામલા પતિ અને તેમના બે સંતાન સાથે રહેતી હતી. અશ્વિની એક માર્કેટમાં નોકરી કરતા પતિ પાસે લાંબા સમયથી મોપેડ અને મોબાઈલની માગ કરી રહી હતી.

પ્રકાશે પોતાની મર્યાદિત આવકના કારણે અશ્વિનીને એક-દોઢ મહિનામાં તેની માગ પૂર્ણ કરી આપશે તેવું કહ્યું હતું. આવી હકીકત જાણીને પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું :અશ્વિનીએ આપઘાત કર્યા બાદ તેની હકીકત જાણી અને પોલીસનું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. ગોડાદરા પોલીસે એવું જણાવ્યું હતું કે, અશ્વિની શ્યામલા ગત રોજ બપોરના સમયે ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

જેની જાણ તેના પરિવારને થતા અશ્વિનીને નીચે ઉતારી અને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, અશ્વિની મોતને ભેટી ગઈ હતી. પોતાના ઘરમાં જ અંતિમ પગલું ભરી લીધું :અશ્વિનીને સંતાનમાં એક નાની ૪ વર્ષની પુત્રી અને તેનાથી પણ નાનો એક પુત્ર છે. પત્નીને માંગને પૂર્ણ કરવા પતિ ખુબ જ મથામણ કરતો હતો. આ દરમિયાન પત્નીને સરપ્રાઈઝ આપવા માટે પતિએ મોબાઈલ ફોનનો ઓનલાઈન ઓર્ડર પણ કરી દીધો હતો.

આ દરમિયાન અશ્વિનીએ પોતાની મોપેડ અને મોબાઈલની ઈચ્છા પૂર્ણ થતી નથી એવું દેખાતા માઠું લાગી આવ્યું હતું અને પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લીધું હતું. જોકે, પતિએ ઓર્ડર કરેલો મોબાઈલ ફોન પણ પત્નીના આપઘાત કાર્યના દિવસે જ ઘરે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.