સમાચાર

સુરતમાં પાડોશી મિત્રોએ સામસામે એકબીજાની પત્ની પર દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ થઇ તો પોલીસ પણ મૂંઝવણમાં મુકાય ગઈ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં ૩૦ વર્ષીય બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી છે, જેમાં એકની પત્નીએ તેના પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બીજા મિત્રની પત્નીએ પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે એકબીજાની પત્નીઓ સાથેના આડસંબંધનો ભાંડો ફૂટતા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની ચર્ચાને કારણે કિસ્સો ચર્ચાસ્પદ બની ગયો છે.

માંગરોળ તાલુકાના એક ગામમાં રહેતી દિવ્યાના પતિ મજૂરીકામ માટે બહાર ગયેલા હતા. ત્યારે પાડોશમાં રહેતો અને પતિનો મિત્ર વિવેક ઘરે જઈ અને મિત્રની પત્ની પર એકલતાનો લાભ ઉઠાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જો આ બાબતે કોઈને જાણ કરીશ તો બદનામ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી. જેથી દિવ્યાએ વિવેક અને તેના મિત્રની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી હતી.

સંગીતાએ પાડોશમાં રહેતા અને પતિના મિત્ર મિતેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પોલીસમાં નોંધાવી દીધી છે. સંગીતા ઘરે એકલી જ હતી ત્યારે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બદનામ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી.

બંને પરિણીત મહિલાઓએ પોતાના પતિના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવતાં જ માંગરોળ પોલીસ પણ મોટી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જોકે બંને પરિણીતા પર દુષ્કર્મનો મામલો હોવાના કારણે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી લીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે બંને મિત્રોના એકબીજાની પત્નીઓ સાથે આડાસંબંધ હોવાની જાણ અન્ય એક મિત્રને થઈ જતાં ભાંડો ફૂટી ગયો હોવાની ચર્ચા હજુ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.