આપઘાત કરી રહેલા બાળકને ફાયર વિભાગે બચાવ્યો તો બાળક ગળે વળગીને હૈયા ભેર રુદન સાથે કહ્યું કે…

સુરતની શાન એવી તાપી નદી સુરતના લોકો માટે હાલ અત્યારે આપઘાતનું એક સૌથી સરળ સાધન બનતું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે તાપી નદીના બ્રિજ ઉપરથી છલાંગ મારીને જીવન ટૂંક આવનારી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે આજે પણ એક યુવક તાપી નદીમાં છલાંગ મારીને પોતાનું જીવન ટૂંક આવી દેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ત્યાં જ સુરત ફાયર બ્રિગેડ વિભાગ એ…..

સુરતનો એક વિદ્યાર્થી તાપી નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર ઘટના ફક્ત કલાકોના સમયમાં જ ચકચાર બની છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાડી બ્રિજ પર વિદ્યાર્થી એકલો બેઠો હતો અને આપઘાત કરવાના પ્રયાસો કરી રહ્યો હતો આ સમયે જ એક યુવકે ફાઈવ વિભાગને જાણ કરતા જ ફાયર બ્રિગેડ ના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આ વિદ્યાર્થીને રેસક્યુ કર્યો હતો અને આપઘાત કરતા બચાવી લીધો હતો.

ફાઈવી ભાગે આ રેસક્યુ ઓપરેશન નો લાઇવ વિડિયો સામે આવ્યો છે જ્યાં રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગના જવાનોએ આ વિદ્યાર્થીને પોલીસને અત્યારે સોંપી દીધો છે જાણવા મળતી માહિતી મુજબ ગુરૂવાર સવારે 11:00 કલાકે વરાછા ફાયર બ્રિગેડ ને યોગેશ નામના એક અજાણ્યા વ્યક્તિ એ ફોન કરીને જાણકારી આપી હતી કે મોટા વરાછા બ્રિજ પર એક કિશોરભાઈ નો વિદ્યાર્થી બ્રિજને પાણી ઉપર બેઠો છે અને અમને એવું લાગી રહ્યું છે કે તે નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય.

ત્યારે આ માહિતી મળતા જ વરાછા ફાયર બ્રિગેડના વિભાગ તાત્કાલિક ધોરણે મોટા વરાછા બ્રિજ ઉપર દોડી આવ્યા હતા અને આર્યન યોગેશભાઈ તળાવીયા નામનો 17 વર્ષ યુવક પાળી ઉપર બેઠેલા જોવા મળી રહ્યો હતો અને આપઘાતના પ્રયાસ કરતો હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે જ આ કિશોર તાપી નદીમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો હતો ત્યારે,

ફાયર બ્રિગેડ ના અધિકારી લશ્કોરે બાળકને સમજાવીને બચાવી લીધો હતો. ફાયર વિભાગના અધિકારી બાલાસરાએ કહ્યું કે જ્યારે અમે લોકો બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે બાળક બ્રિજથી નીચે કૂદવાની પોઝિશનમાં જ બ્રિજની પાણી પર બેઠો હતો અને બાદમાં અમે લોકોએ તેને આપઘાત ન કરવા સમજાવ્યો. ત્યારે થોડી જ વારમાં બાળક ઉપર આવવા તૈયાર થઈ ગયો હતો અને બાદમાં અમે લોકોએ તેને ખેંચી લીધો હતો બાળકને જ્યારે બચાવી લેવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ હૈયા ફેર રડી રહ્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી મોટા વરાછાના એબીસી સર્કલ પાસે આવેલા સારથી રેસીડેન્સી નો રહેવાસી છે અને આ વિદ્યાર્થી પોતે હાલ કેનેડા જવાની તૈયારી કરી રહ્યો હતો IIELS પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને તે પરીક્ષામાં પાસ થશે કે નહીં તેની ચિંતામાં અને ટેન્શનમાં આવી ગયો હતો અને જો તેમાં ફેલ થવાના ભયને કારણે વિદ્યાર્થી તાપી નદીના બ્રિજ ઉપર પહોંચી ગયો હતો. હાલ હવે સ્થિતિ સામાન્ય છે.

અમે ગુજરાત ટ્રેન્ડના માધ્યમથી લોકો તથા વિદ્યાર્થીઓને અપીલ કરી રહ્યા છીએ કે આવું કોઈ પણ પગલું ભરવું એ યોગ્ય નથી મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ છે જેથી ક્યારેય પણ ગભરાવું જોઈએ નહીં અને આવો જીવન ટૂંકાવાના પગલાં લેવા જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *