સુરતમાં દારૂની હેરફેર માટે નવો જુગાડ! કારમાં ચોર ખાના જોઇને તો પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

દારૂની હેરાફેરીમાં અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ સુરત પોલીસે બે કપલની દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડતાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. જાણીએ કેવી રીતે પકડાયા? દારૂની હેરાફેરી કરવા માટે અલગ-અલગ ટેકનિકો અજમાવતા હોય છે. સુરતમાં પોલીસે બે યુગલોની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કીની રૂ 62,800 ની કિંમતની નંગ-280 (કુલ 2 લીટર) બોટલો પણ જપ્ત કરી છે.

અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણ પોલીસ સુરતમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, GJ-05-RN-6035માં જયેશ પટેલ અને છગન પટેલ અને બે મહિલાઓ મોટા જથ્થામાં અંગ્રેજી શરાબ લઈને આવી રહી છે અને થોડાક સમયમાં અડાજણ પાલ ઉમરા બ્રિજ પાર કરશે. પોલીસે કહ્યું કે ત્યાં અમે વૉચ કરી રહ્યા હતા અને અમે ત્યાંથી આ ગેંગને પકડી પાડ્યા હતા.

ખાસ વાત એ છે કે પહેલા તો પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી અને આખરે કારમાં દારૂની હેરાફેરી કરવા માટે ચોર મળી આવ્યા હતા, જેમની પાસેથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે અને 9 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂની હેરાફેરી કરનાર પકડાયેલ કપલ આરોપી.

(૧) ડ્રાઇવર: છગનભાઇ મગનભાઇ પટેલ ઉ.વ.૪૧ ધંધો:-ખેતીકામ રહેઃ- ઘર નં.૫૦ ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત (૨) જયેશભાઇ કનુભાઇ પટેલ ઉ.વ.૨૫ ધંધો:- નોકરી રહે.:-ગામ:- ઘર નં.૮૫ ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જી:-સુરત.

(૩) ભાવનાબેન તે છગનભાઈ મગનભાઈ પટેલની પત્ની ઉ.વ.૩ર ધંધો- ઘરકામ/ખેતીકામ રહે-ઘર નં.૫૦ ટેકરા ફળીયુ, રાજગરી ગામ સુવાલીની બાજુમાં તા:-ચોર્યાસી જીઃ-સુરત (૪) હિમાનીબેન તે જયેશભાઈ કનુભાઈ પટેલની પત્ની ઉ.વ.૨૧ ધંધો-ઘરકામ રહે:-ઘર નં.૮૫ ટેકરા ફળીયુ રાજગરી ગામ સુવાલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *