સુરત શહેરમાં ડિલિવરી બોય ડીલીવરી દેવા ગયો તો મહિલાએ દરવાજો ઉઘાડ્યો અને પછી એવું કહ્યું કે…
સુરત શહેરમાં ફરી એક માસૂમ કિશોરીને નિશાનો બનાવવામાં આવી છે. આ માસૂમ કિશોરીને એક ડિલીવરીબોયે પોતાની પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત હવસખોર નરાધમે અંગતપળોનો ઉતારેલો એક બિભત્સ વિડીયો તેના બે મિત્રોને વ્હોટ્સએપ પર મોકલવાની સાથે સાથે સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
જે અંગે કિશોરીના પિતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. જેના આધારે પોલીસે નરાધમની ધરપકડ કરી અને તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. સુરત શહેરના પાલનપુર ગામ વિસ્તારના અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ઉમંગ ઉર્ફે બોની પ્રહલાદ પટેલ ડિલિવરી બોય તરીકે નોકરી કરી રહ્યો છે. ઉમંગે પાલનપુર ગામ વિસ્તારમાં રહેતા ઇલેકટ્રીકના વેપારીની એક ૧૪ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. યુવક બપોરના સમયે યુવતીને પોતાના ઘરે મળવા બોલાવતો હતો.
જયાં લગ્ન કરવાની લાલચ આપી અને હવસખોર નરાધમ ઉમંગે કિશોરી સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ ઉમંગે કિશોરી સાથે દુષ્કર્મ આચરતી વખતે અંગતપળોનો બિભત્સ વિડીયો ઉતારી લીધો હતો. ફોટા પણ પોતાના મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા. આ બિભત્સ વિડીયો અને ફોટો બતાવીને ઉમંગ કિશોરીને એમ કહેતો હતો કે, જો આ વાતની કોઇને પણ જાણ કરશે તો તારો વિડીયો હું સોશ્યિલ મિડીયામાં વાયરલ કરી દઇશ. જેથી કિશોરી ખુબ જ ડરી ગઇ હતી અને ઉમંગે તેના બે મિત્ર દીપ અને વીસ્પીને વ્હોટ્સએપ પર વિડીયો મોકલી દીધો હતો.
જો કે આ અંગેની જાણ થતા જ કિશોરીના પિતાએ ઉમંગ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી હતી. જે ફરિયાદના આધારે અડાજણના પીઆઇ સ્વપ્નીલ પંડયાએ નરાધમ ઉમંગની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રીક વેપારી મુંબઇમાં ધંધો કરી રહ્યો હતો અને તાજેતરમાં જ સુરત શીફ્ટ થયેલા હતા. પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા લઇને ૧૪ વર્ષની એક પુત્રી, ૮ વર્ષનો એક પુત્ર અને માતા સાથે સુરતમાં સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું.
વેપારી ગત ૨૪ એપ્રિલના રોજ બંને સંતાન સાથે મુંબઇ ગયા હતા. જયાં રાતના સમયે પુત્રીનો મોબાઇલ ચેક કરતા તેમાં અસંખ્ય બિભત્સ મેસેજ જોઇને પિતા ચોંકી ગયા હતા. જેથી વેપારીએ કડકાઇથી જ પુત્રીને આ બાબતે પુછતાછ કરતા ઉમંગ સાથે પાંચ વખત શરીરસંબંધ બાંધ્યાની અને વિડીયો ઉતારીને બ્લેકમેલ કરતો હોવાનું પણ કહ્યું હતું. હાલ આ બનાવમાં પોલીસે આરોપી ઉમંગને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી લીધી છે.