પત્ની ભાગી જતા લોકો મહેણાં ટોણાં મારતા હતા આથી પતિએ તેના આઘાતમાં આત્મહત્યા કરી લીધી હતી. સુરતમાં એક લૂંટેરી દુલહન નો કિસ્સો સામે આવ્યો છે જેમાં તે કન્યાએ લગ્નના ત્રણ દિવસ બાદ બધા જ દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી.જેના આઘાતમાં સોમનાથ માં રહેતા તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી જેથી પોલીસે આ કન્યાને વોન્ટેડ જાહેર કરી છે અને આ કેસમાં તેની ધરપકડ કરી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ લુટેરી દુલ્હન ની યુવક પાસેથી 1.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા સુરત પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું છે. આ કેસમાં સુરત પોલીસને માહિતી મળી હતી કે ગીર સોમનાથના એક યુવકે ફેબ્રુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. ગુનામાં સંડોવાયેલી વોન્ટેડ મહિલા સુરતમાં હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
બાદમાં સુરતની વોન્ટેડ મહિલા હસીના ઉર્ફે માયા ની સિંધીવાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હસીના ઉર્ફે માયા તેની બહેન મુમતાઝ સાથે મળીને ફેબ્રુઆરી 2019માં ગીર સોમનાથના ઉના ગરાળ ના પિતા-પુત્ર ભાણાભાઈ અમરાભાઈ પુરાણી જીતુભાઈ સાથે મળીને ઉનાના આમોદરા ગામના યુવક સાથે રૂ. 1.5 લાખમાં લગ્ન કર્યા હતા.
લગ્નના ત્રણ દિવસ બાદ આ દુલ્હન પહેરેલા ઘરેણે જ ભાગી ગઈ હતી. જેની વાત તેના પતિએ તેના સાળા અને પુત્ર જીતુને કરી હતી. લોકો આ બાબતને લઈને તેને ખૂબ જ મેણાં ટોણાં મારતા હતા. આથી યુવકને ખૂબ જ લાગી આવ્યું અને તેને આત્મહત્યા કરી લીધી હતી પોલીસે ઉના પોલીસ સ્ટેશનમાં લૂંટારૂ દુલ્હન ગેંગ સામે આત્મહત્યા અને છેતરપિંડીનો ગુનો નોંધી પિતા-પુત્રની ધરપકડ કરી છે. જ્યારે હસીના ઉર્ફે માયા અને તેની બહેન ફરાર હોવાની કબૂલાત કરી છે.
પોલીસે ધરપકડ કરેલી આ કન્યા સુરતમાં પરણિત હતી અને તેના છૂટાછેડા થઈ ગયેલા હતા. તેણે એક પ્લાન મુજબ સોમનાથના એક યુવકને તેની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરી લીધા હતા અને બાદમાં ઘરેણા લઈને ભાગી ગઈ હતી. હાથી તે પોલીસથી બચવા વારંવાર પોતાનું ઘર બદલ્યા કરતી હતી. પછીથી આ યુવતી પોતાના બહેનની ઘરે સુરત રહેતી હતી. તે સાડી ઉપર સ્ટોન અને ટીલડી લગાવવાનું કામ કરતી હતી. પોલીસે આ યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે ખૂબ જલદીથી આ યુવતીને ઉના પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે.