સુરત સરથાણામાં ખાનગી હોસ્પિટલમાં પરણીતાનું મૃત્યુ પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો મોટો આક્ષેપ… જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતદેહ ને સ્વીકારવામાં નહીં આવે…

દેશમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં ડોક્ટરોની કે હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે દર્દીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો સુરતના કાપોદ્રા શહેરમાં સરથાણા ની ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સ ના ઓપરેશન બાદ મહિલા ની તબિયત વધુ લથડાતા મહિલાનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં આ ઘટનાના બાદ વિવાદ થઈ ગયો હતો.

પરિવારને આની જાણ થતાં જ સમગ્ર હોસ્પિટલમાં વિવાદ અને હંગામો મચી ગયો હતો પતિ સહિત પરિવારના અન્ય સભ્યો ખાનગી હોસ્પિટલ એ દોડી આવ્યા હતા અને ડોક્ટર સહિત સ્ટાફની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો ત્યારબાદ મામલો બીચકાતા પરિવારે પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ આની કાર્યવાહી ન કરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

ખબર પડતી જાણવા મળતી માહિતી મુજબ મહિલા મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામના વતની અને કાપોદ્રા વિસ્તારમાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણઘરની પત્ની છે વિવેક અણગણ ઓનલાઇન માર્કેટિંગની ઓફિસ ચલાવે છે. જ્યારે વિવેક ની 25 વર્ષીય પ્રિયંકા ને એપેન્ડિક્સની તકલીફ થઈ હતી અને તેની સારવાર માટે સરથાણા જગાતનાકા આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારના રોજ પ્રિયંકા નું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

જ્યારે આ સમગ્ર ઓપરેશન દરમિયાન પ્રિયંકા ની તબિયત વધુ લથડતા તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું પતિ વિવેક અણગણે વધુમાં જણાવ્યું કે પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ ઘણા કલાકો સુધી તે ભાનમાં આવી ન હતી અને ત્યારબાદ ડોક્ટર અને તેની જાણ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટરે તપાસ કરતા જણાવ્યું કે પ્રિયંકા નું હૃદયના હુમલાને કારણે મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું છે આવું ડોક્ટરે વિવેકને જણાવ્યું હતું.

હાલ અત્યારે પરિવારનો આક્ષેપ એ છે કે પ્રિયંકા નું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી અને ડોક્ટરો સહિત હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે પ્રિયંકા નું મૃત્યુ થયું છે તેઓ આરોપ લગાવ્યો છે. પરિવારજનો આક્ષેપના આધારે હાલ અત્યારે સરકાર પોલીસ સ્ટેશનમાં જઈને આની જાણકારી આપી છે જ્યારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકા નું પીએમ કરવામાં આવ્યું હતું તથા સેમ્પલ લઈને લેબમાં પણ મોકલી આપવામાં આવ્યું છે.

રિપોર્ટ આવ્યા બાદ સાચી ખબર પડશે અને કારણ જાણવા મળશે કે શેના કારણે પ્રિયંકાનો મૃત્યુ થયું હતું ત્યારે મંગળવારને રાત સુધી તો પ્રિયંકા ના પરિવારે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરિવારજનોનું માંગ છે કે આ ઘટનામાં પોલીસ કાર્યવાહી કર્યા બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *