સુરતમાં માતા-પુત્રીએ કર્યો આપઘાત, સાસરિયાવાળા મહિલાને કહેતા કે તું કાળી છો અને દીકરા સાથે શોભતી નથી

સુરતમાં 8મી મેના રોજ મધર્સ ડે પર દયાલજી બાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીના મૃતદેહ દુપટ્ટા સાથે બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહને બહાર કાઢી તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ દીપાલી સાગર દૈવે, માતા અને બે વર્ષની પુત્રી ક્રિશા તરીકે થઈ છે. મૃતક દિપાલીના પિતાએ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. મૃતક દિપાલીને સાસરીયાઓ કહેતા હતા કે, તું શ્યામ છે, તું મારા પુત્ર સાથે સારી નથી લાગતી.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારના કરાડ રોડ પ્રયોશા પાર્કમાં રહેતા સાગર બદ્રીનાથ દૈવે, 26 વર્ષીય દીપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે 06-05ના રોજ ઘરેથી કોઈ કામ માટે નીકળ્યા હતા.પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 8મી મેના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં રિવર વ્યુ હાઇટ્સ નજીક તાપી નદીમાંથી દુપટ્ટા બાંધેલી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ઘટનાસ્થળે પહોંચીને નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.

મૃતક દિપાલીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેના પતિ સાગર દૈવે વીજળીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની દીપાલી સાગર દૈવે અને 2 વર્ષની પુત્રી ક્રિશા છે. સાગર દૈવે અને દીપાલીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નંદુરા જિલ્લાના બુલદાના વતની છે. લગ્નજીવનમાં પણ સતત તણાવ રહેતો હતો. દીપાલી તેના પતિના પરિવારથી ખુશ દેખાતી ન હતી.

પતિ સાગર, સસરા, સાસુ અને નણંદ રસોઈ બનાવવા બાબતે સતત ટોણા મારતા હતા. પિતાએ ફરિયાદ નોંધાવી અને તેમની દીકરીને ઉશ્કેરણી અંગેની ફરિયાદ નોંધાવતા પિતાએ જણાવ્યું હતું કે, પતિ સાગર, સસરા, સાસુ અને નણંદ રસોઈ બનાવવા પર સતત મેણાં ટોણા મારતા હતા.તમે શ્યામ છો, મારા છોકરા સાથે બાઈક પર પાછળ બેસે તો તું સારી નથી લાગતી. લગ્ન બાદ તેને એક પણ વાર એકલી પોતાને ઘરે આવવા દીધી ન હતી.સતત હેરાનગતિના કારણે છેલ્લું પગલું ભર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *