સાડી ખરીદવાના બહાને વેપારી બનાવ્યો હનીટ્રેપનો શિકાર, પોલીસકર્મી સહિત 7 સામે ગુનો નોંધી…

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હનીટ્રેપની ઘટનાઓ ખુબ જ વધતી જાય છે. ત્યારે સુરતના અડાજણમાં જ એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. વેપારીને હનીટ્રેપમાં ફસાવી અને ૫ લાખ રુપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે સસ્પેન્ડેડ પોલીસકર્મી, અન્ય મહિલા સહિત ૭ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને અજાણ્યાં નંબર પરથી કોલ આવ્યો હતો. કોલમાં ગામડે સાડીનો ધંધો ચાલુ કરવો છે અને તમારી પાસેથી સાડી ખરીદવાનો વિચાર છે એમ કહી અને વેપારીને બે દિવસ બાદ ઘોડદોડ રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકની બાજુની ગલીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યા હતા.

વેપારી તે જગ્યાએ ગયા ત્યાં ઘરમાં એક મહિલા હતી, તેણીએ એવું કીધુ કે જે ભાઇએ તમને બોલાવ્યા છે તે હમણાં જ આવે છે. એમ કહીને મહિલા વેપારીની બાજુમાં બેસી ગઇ હતી. આ સમયે જ ખાખી વર્દી પહેરેલો જયેશ અને અન્ય શખ્સો ઘરમાં આવી પહોંચ્યા હતા અને મહિલા સાથે શું કરી રહ્યો છે તેમ કહી અને વેપારીને લાફો મારી દીધો હતો. ત્યારબાદ કોઇ પીએસઆઇ સાથે પણ વાત કરાવી હતી. તેણે વેપારીને કહ્યું કે આ બધા ધંધા મૂકી અને છુટુંથવું હોય તો ૫ લાખ આપ.

સજેશન બોક્સ વડે થયો ઘટનાનો પર્દાફાશ. વેપારીએ પૈસા ન હોવાની આજીજી પણ કરી હતી પરંતુ આ શખ્સોએ તેની એક ન સાંભળી. છેવટે ૧૦ હજાર રુપિયા રોકડા તો લઇ લીઘા હતા. ગુનાખોરી અટકાવવા માટે લોકોનો અભિપ્રાય જાણવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ રૂપે બગીચા, વોક-વે સહિતના ઘણા બધા જાહેર સ્થળો પર સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે.

જે અંતર્ગત ગત રોજ ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક ઉપર મુકવામાં આવેલું એક સજેશન બોક્સ ખોલતા તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. ભોગ બનનાર વેપારીએ પોતાની આબરુની લાજે પોલીસ ફરિયાદ તો ન કરી હતી પરંતુ સજેશન બોક્સમાં ચિઠ્ઠી મૂકી દીધી હતી. પોતાની સાથે બનેલી તમામ ઘટના અને પોતાનો મોબાઇલ નંબર પણ નીચે લખ્યો હતો જેને આધારે પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. 

હનીટ્રેપની આ ટોળકીમાં સસ્પેન્ડડે પોલીસકર્મી જયેશ પટેલની સંડોવણી સામે આવતા જ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. એક વાર નહિ વારંવાર વર્દીને કલંકિત કરનાર જયેશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધાય એટલે તેને માત્ર સસ્પેન્ડ કરી ઉચ્ચ અધિકારીઓ સંતોષ માની રહ્યા છે. આવા સંજોગોમાં સહપોલીસ કર્મીઓ દ્વારા જ જયેશને ડીસમીસ કરી અને એક દાખલા રૂપ શિક્ષાત્મક પગલા લે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.