સમાચાર

સુરતમાં બે સગાભાઈ કેનાલમાં ડૂબી ગયા, ભાઈને બચાવવા જતા નાનોભાઈ પણ ડૂબી ગયો, બંને ભાઈઓની શોધખોળ ચાલુ…

સુરત શહેરના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે કેનાલમાં બે સગાભાઈ ડૂબી ગયાનો બનાવ બની ગયો છે. હાલ ફાયર બ્રિગેડે કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ ચાલુ કરી દીધી છે. તો મહેસાણાના કડીના વેકરા ગામ ખાતે કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. માંગરોળના કેસમાં પાણીમાં ડૂબેલા બંને ભાઈઓની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. બનાવ બાદ કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને કેસમાં પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.

બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા સુરત શહેરના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યાનો બનાવ બન્યો છે. મળતી વિગતો મુજબ મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતરેલો હતો. આ દરમિયાન તેનો પગ ત્યાં લપસી ગયો હતો. જે બાદમાં તે પાણીમાં તણાઈ ગયો હતો. મોટાભાઈને ડૂબતો જોઈ અને નાનોભાઈ પણ તેને બચાવવા પાણીમાં કૂદી ગયો હતો.

આ બનાવ માંગરોળના મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલ ખાતે બની ગયો હતો. બંને ભાઈઓ પાણીમાં તણાઈ ગયા હોવાની જાણ થયા બાદ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. બંને ભાઈઓના નામ આકાશ અને વિકાસ અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડે કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ ચાલુ કરી દીધી છે. બીજી બાજુ બે સગાભાઈએ પાણીમાં ડૂબ્યાનું જાણી અને ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. પરિવાર પણ બનાવ વિશે સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો.

બીજી બાજુ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામ ખાતે આવેલી કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અજાણ્યા યુવકની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષ વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થયા પછી બાવલું પોલીસે મૃતદેહનો કબજો લઈ અને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં કેએસપી લખેલું હતું. બાવલું પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધારે તપાસ શરુ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.