સુરતમાં ચાલુ બસમાં ડ્રાઈવરને આવી ખેંચ અને તેને કારણે કારને ટક્કર મારીને બસ હોટેલ ધુસી ગઈ

સુરતમાં દર બે દિવસે બીઆરટીએસ બસ અને એવી સિટી બસના અકસ્માત થયા જ કરે છે અને તેઓ જ એક અકસ્માત સુરતના દિલ્હીગેટ ના સ્ટેશન વિસ્તારમાં સીટી બસ ચાલક નો થયો હતો તેમાં વિસ્તારથી જાણીએ તો તે બસથી ચાલક તે અચાનક જ ખેંચ આવી ગઈ અને તેમને કાર અને બે બાઈકને ટક્કર મારી દીધી હતી તથા તે બસ હોટલ માં ઘુસી જતા ત્યાં ખૂબ જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તે બસ બ્રિજ નીચે થી નીકળી હતી.

તે દરમિયાન અચાનક જ આ ઘટના બની તે થી આસપાસ ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને તેમાં બસમાં બેઠેલા ઘણા બધા પેસેન્જરોને ઈજાઓ પણ થતી જોવા મળી હતી આ ઘટના સંપૂર્ણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીટી બસ દિલ્હીગેટ વિસ્તાર થી પસાર થતી હતી અને એ દરમ્યાન જ આ સમગ્ર ઘટના બની હતી આ બસ એ પહેલા હોટલની બાજુમાં ઊભેલી વેગન આર ને ટક્કર મારી અને ત્યારબાદ કારની પાછળ ના ભાગે બે બાઇકને અડફેટે લીધી અને ત્યારબાદ બસ ડાયરેક્ટર જ હોટેલમાં ઘૂસી ગઈ હતી.

પરંતુ કોઈને જાનહાનિ થવા ના સમાચાર બહાર પડ્યા નથી પરંતુ જે રીતે આ અકસ્માત થતો જોવા મળ્યો તે રીતે તો એક મોટી દુર્ઘટના ટળી ગયું હોય તેવું લાગે છે. આ સિટી બસનો નંબર 126 હતો અને તેનાથી જ અકસ્માત સર્જાયો હોવાનું બહાર પડ્યું છે અકસ્માત ડ્રાઇવરની અચાનક જ ખેંચ આવતાં આ બનાવ બન્યો છે તેઓ ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે અને હોટલ ની નજીક જે કાર પાર્ક થયેલી હતી તેમાં કોઈ જ વ્યક્તિ બેઠેલું ન હોવાથી કોઇ ઘટના બની ન હતી. અને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે ત્યાં જે વ્યક્તિને ઈજા થઈ હતી તેઓને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ત્યાં આવેલ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કમલેશભાઈ નાયકે જણાવ્યું હતું કે બસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસેથી પસાર થઇ રહી હતી અને આ સ્ટેશન વિસ્તાર ઉપર પહોંચતા જ આ સમગ્ર ઘટના બનવાનું બહાર આવ્યું છે. ત્યાં રહેલા ડ્રાઇવર બેભાન થઈ ગયો હતો અને તે ડ્રાઈવરને અચાનક જ ત્યાં જ આવી જતા ત્યાં સમગ્ર ઘટના ઘટી હતી પરંતુ સ્ટેશન રોડ ઉપર વધુ ટ્રાફિક ન હોવાના કારણે કોઇને ઇજા થઇ ન હતી તથા અંદર બેઠેલા પેસેન્જરોને પણ વધુ પડતી ઇજા થઇ ન હતી. ત્યારબાદ જ્યારે ડ્રાઇવર બેભાન થઈ ગયો હતો ત્યારે તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.