સુરતમાં વતનથી આવેલા યુવકે તેના પિતા અને ભાઈ સાથે ઝઘડો થતા કિડનેપિંગનું નાટક કર્યું અને બાદમાં…
સુરત શહેરના ઉન પાટિયા સ્થિત રહેતા અરશદ અસફાક બેગના ભાઈ રાશીદનું મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી બે અજાણ્યા ઈસમો અપહરણ કરી અને લઇ ગયા હતા. આ બાબતે અરશદ અસફાક બેગે તાત્કાલીક પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. બનાવની ગંભીરતા જોઈ અને પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને અપહરણનો ભોગ બનેલા રાશીદને રેલ્વે સ્ટેશન પાસેથી જ પકડી પાડ્યો હતો. પૂછપરછમાં અપહરણનું નાટક કર્યું હોવાની જાણ થતા જ નાટક કરનાર અને તેના બે મિત્રોની ધરપકડ કરી લેવામાં આવી છે.
યુવકે તેના ભાઈને ફોન કરી પોતાનું અપહરણ થયાનું જણાવ્યું હતું :પોલીસે રાશીદની કડક પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે ત્રણેક માસ પહેલા તે પોતાના વતનથી પરત સુરત આવ્યો હતો અને તેના પિતાએ પોતાની ફેક્ટરી પર કામ કરવા માટે રાખ્યો હતો. તેના મિત્રો વંશ રાજપૂત અને છોટુ ઉર્ફે સની રાશીદને મળવા અવાર નવાર તેના ઘરે અને ફેક્ટરીએ આવતા જતા હતા જેથી રાશીદના પિતાએ આ અંગે તેને ઠપકો આપી તેના મિત્રોને ઘરેથી કાઢી મુક્યા હતા જે વાતનું રાશીદને ખોટું લાગી ગયું હતું.
તેણે પોતાના જ પિતા સાથે તેના મિત્રો માટે ઝઘડો કર્યો હતો. અને રાશીદ પરત પોતાના ગામ જવા માંગતો હતો. ત્યારબાદ ગઈ 30-3-2022ના રોજ તેણે બંને મિત્રોને ફોન કરી પાંડેસરા મહાવીર ઇન્ડસ્ટ્રીયલએસ્ટેટ પાસે બોલાવવામાં આવ્યો હતો. અને તેઓની બાઈક પર ગયો હતો. અને બાદમાં તેના ભાઈને ફોન કરી પોતાનું અપહરણ થયું હોવાની ખબર પડી હતી.
પોલીસે કહ્યું હતું કે રાશીદ સુરતમાં રહેવા માંગતો ના હોય તેણે વરાછા ખાતે રહેતા તેના મિત્ર વંશ સર્વેશભાઈ રાજપૂત અને છોટુ ઉર્ફે સની મુન્નાલાલ સકવારસાથે મળી સાથે તેની સાથે આવું કર્યું હતું. અને સ્ટંટ કર્યો હતો અને પોલીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. રાશીદને જે બાઈક પર બેસાડીને તેઓ લઇ ગયા હતા તે બાઈક પણ તેઓએ વરાછા સ્થિત ભગીરથ સોસાયટી પાસેથી ચોરી કરી કરી હતી તે પણ કબૂલ કરી લીધું હતું. આ ઘટનાની અંદર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને પકડી પાડયા છે. અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી જતી.