સુરતના જવાનોને સાચા દિલથી સેલ્યુટ, જો એના હોત તો કદાચ વ્યક્તિ જીવતો જ ન હોત, બાઈક પરથી અચાનક જ યુવક નીચે પડી ગયો અને થઈ ગયું એવું કે…

સુરતમાં ગત સોમવારે સીમાડા ચાર રસ્તા પર એક બાઈક ચાલકની અચાનક તબિયત લથડતાં તેને ટ્રાફિક જવાનોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યાની ઘટના સામે આવી હતી. જેના વાઇરલ થયેલા વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતાં. આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરે પ્રાથમિક સારવાર આપનારા હેડ કોન્સ્ટેબલ શક્તાભાઈ રબારી અને ભોગ બનનાર રાકેશભાઈ ડાકરા સાથે ખાસ વાતચીત કરી હતી.

મહત્ત્વનું છે કે, આ ઉમદા કામગીરી બદલ સુરત પોલીસ કમિશનરે ચારેય ટ્રાફિકકર્મીનું સન્માન કરી તેમને પ્રસંશા પત્ર પણ આપ્યું છે. સરથાણાના સીમાડા ચાર રસ્તા પાસે ચાલુ બાઇક પર એક યુવકની તબિયત અચાનક લથડી હતી. જેથી તે નીચે પટકાયા બાદ ત્યાં હાજર ટ્રાફિક જવાનો દોડી આવ્યા હતાં અને યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.

એટલું જ નહીં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પણ પહોંચાડ્યો હતો. જ્યાં સારવાર બાદ યુવકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઘટના અંગે વાત કરતાં રાકેશભાઈએ જણાવ્યું કે, ” સીમાડા ચાર રસ્તા પર જ્યારે મારું સુગર લો થયું ત્યારે, તરત જ એક ટ્રાફિક જવાન દોડીને આવ્યા અને મારા હાથ પગ ઘસવા લાગ્યા હતાં.

આ પછી અન્ય ટ્રાફિક જવાનો પણ દોડી આવ્યા અને તેમાંથી એક જવાને 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ ટ્રાફિક જવાનોએ ઉમદા કામગીરી કરી મને બચાવી લીધો છે. આ ટ્રાફિકકર્મીઓની કામગીરીને લીધે જ મારો બચાવ થયો છે. જો ટ્રાફિક જવાનો ના હોત તો હું કદાચ બચી શક્યો ના હોત.”

આ ઘટના અંગે વાત કરતાં હેડ કોન્સ્ટેબલ શક્તાભાઈ રબારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ”અમે સરથાણા રિઝીયન-1માં ફરજ પર હતાં. આ દરમિયાન સીમાડા ટ્રાફિક સિગ્નલ પર એક ચાલુ બાઇકે એક યુવકની અચાનક તબિયત લથડી હતી. આ જોઈને હું તરત જ ત્યાં દોડીને પહોંચ્યો અને તેને બચાવવા પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું.

આ પછી ત્યાં હાજર અન્ય જવાનો પણ દોડી આવ્યા અને તેમાંથી ઇમ્તિયાઝભાઈ ચોકિયાએ 108ને કોલ કર્યો અને ખેંચ આવેલાં યુવકને હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો. અત્યારે યુવકની તબિયત સારી છે.”

ટ્રાફિકનું સંચાલન કરનારા જવાનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને રાકેશભાઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. જેથી સમયસર બાઈક ચાલક રાકેશભાઈને સારવાર મળી રહેતા તેમનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ ટ્રાફિક સંચાલન કરનારા જવાનોની માનવતાની છબી પણ લોકોની સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *