સમાચાર

સુરેન્દ્રનગરમાં પીકઅપ વાનનો અકસ્માત થતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારે ખૂબ જ ખતરનાક એકસીડન્ટ થયો હતો, અને તે અકસ્માતમાં ખૂબ જ ગંભીર રીતે ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા અને તેમને 108 ના આધારે સારવાર માટે થોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે મોકલવામાં આવ્યા હતા અને તેના આધારે ચુડા પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સવાર સવારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેમાં પીકપ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ વાન અનિયંત્રિત થઈ ગઈ હતી અને તે ખાડામાં પડી ગઈ હતી. અને આ અકસ્માત ખૂબ જ ગંભીર રીતે થયો હતો તેના લીધે પીકઅપ વાનમાં સવાર થયેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા આમ આ અકસ્માતમાં ત્રણ બાળકો ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ઘટનાસ્થળે થયેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી ના રાણપુર રોડ ઉપર એક અકસ્માત થયો હતો અને ત્યાં એક એવાં પુસ્તકો ભરીને જતી હતી આમ તે પલટી મારી ગઈ અને તેમાં છ લોકો સવાર થયા હતા અને તેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા અને બીજા ત્રણ લોકો ઇજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

આમ આ થયેલ અકસ્માતમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 108 ની મદદ લેવામાં આવી હતી અને 108 સારવાર માટે તે ઘાયલ લોકોને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા ત્યારબાદ આ અકસ્માતના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પિકઅપ વાન પુસ્તકો ભરીને રાણપુર તરફ જઈ રહી હતી, અને અચાનક જ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને વાન પલ્ટી ને ખાડામાં પડી ગઈ હતી. આમ આવાં ખાડામાં અચાનક જ પડી જતા ત્યાં ઘટના સ્થળે ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને બીજા ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.