રાજ્યમાં સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો, સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી 6 લોકોના મૃત્યુ Gujarat Trend Team, June 19, 2022 કાળજાના ઉનાળા બાદ રાજ્યમાં વરસાદ નું આગમન થઈ ચૂકયું છે. અને આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાંથી વીજળી પડવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે અને તેનાથી ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના. સુરેન્દ્રનગરમાં વરસાદની શરૂઆત બાદ પ્રાણઘાતક રે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ તેની સાથે વીજળી પડવાના ત્રણ બનાવોમાં ટોટલ છ લોકોએ પોતાનો જીવન ગુમાવ્યા છે. વ્યવસ્થાપન વિભાગે જરૂરી પગલા અત્યારે જાહેર કર્યા છે કે વીજળી પડવાના સમયે કયા કયા પગલાં લેવા જોઈએ અને આ બાજુ શનિવારના સવારથી જ સુરેન્દ્રનગરમાં મેઘરાજાની સવારી ધૂમધામ થી વધી રહી હતી જિલ્લામાં લીમડી ચોટીલા સાયલા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે વીજળી પડવાના બનાવોમા અત્યાર સુધીમાં ટોટલ છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે લીંબડી તાલુકામાં ખેતરમાં કામ કરતાં પિતા-પુત્ર અને શ્રમજીવી મહિલા ખેતી કામ કરી રહ્યા હતા અને ત્યાં વીજળી પડતા મોત થયું હતું. લીંબડી તાલુકાના ચોરણીયા ગામમાં પણ વીજળી પડતા એક મહિલાને ઇજા પહોંચી હતી જિલ્લામાં આવા અલગ-અલગ કિસ્સાઓ બનતા જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે વીજળી પડવાના સમયે કયા કયા પગલા ધ્યાનમાં લેવા જોઈએ તે બાબતો જાહેર કરી છે. અને તેનાથી બચવાના કેટલાક પગલા ઓ અનુસરવાનુ કહ્યું છે. ધોરાજીમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો જ્યારે સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સમાચાર