સમાજને નવી દિશા દેખાડતો કિસ્સો: દીકરાના મૃત્યુ પછી સાસુ-સસરાએ જ પુત્રવધૂના માતા-પિતા બનીને નિકાહ કરાવ્યા

સુરેન્દ્રનગરમાં આવેલા વઢવાણ શહેરની અંદર રહેતા સાસુ-સસરાએ પુત્રવધૂના અને તેના સારા ભવિષ્ય માટે જાતે જ માતા-પિતા બની યુવક શોધીને તેના નિકાહ કરવી દીધા હતા. ત્યારે મૃતક યુવાનના માતા-પિતાએ પુત્રવધૂના નિકાહ કરાવી સમાજને એક નવી દિશા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.

આજના આવા ઘોર કળયુગની અંદર પતિના મૃત્યુ પછી પત્નીને બાકીનું જીવન સંઘર્ષ વાળું બની જતું હોય છે. તેની અંદર ખાસ કરીને જ્યારે સંતાનો હોય ત્યારે તેના માટે માતા-પિતાની ભૂમિકા ભજવીને અનેક સ્ત્રીઓ પોતાનું જીવન પસાર કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં સાસુ-સસરાએ પુત્રવધૂના ભવિષ્ય માટે એક અલગ જ નિર્ણય કરીને માતા-પિતાની ફરજ અદા કરી હોય તેવો ખુબ જ સારો કિસ્સો બહાર આવી રહ્યો છે.

આ બનાવની મળતી માહિતી મુજબ વઢવાણ કસ્બાશેરી યુસુબબાપુના ખાચામાં રહેતા 65 વર્ષના ફરીદભાઈ ઇબ્રાહીમભાઈ મીરજા અને 60 વર્ષના જુલેખાબેનના દિકરા એજાઝના લગ્ન લીંબડીની અંદર 2012માં ફિરદોસબાનું સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્ન થયા તેના ગાળા દરમિયાન આ દંપતીને 2 સંતાનમાં 8 વર્ષની ફાતીમાબેન અને 4 વર્ષનો અબુબકર પણ થયો હતો.

પરંતુ અંદાજીત દોઢ વર્ષ પહેલા એજાઝભાઈનું વાહન અકસ્માતે મોત થતા મીરજા પરિવારમાં શોકનો માહોલ બની ગયો હતો. પરંતુ પુત્રના આકસ્મિક અવસાન પછી નાની ઉમરની પુત્રવધૂને ઘરે રાખવાના બદલે સારા ભવિષ્ય માટે જાતે જ માતા-પિતા બની રાજકોટ-ગોંડલની વચ્ચે આવેલા મેંગરી ગામના યુવક સાથે પુન: નિકાહ કરવી દીધા હતા. આવી રીતે બે સંતાન ધરાવતી પુત્રવધૂના બીજી જગ્યાએ પુન: નિકાહ કરાવી મુસ્લિમ સમાજને એક નવી દિશા દેખાડવામાં આવી છે.

અકસ્માતના લીધે પુત્રનું મૃત્યુ થયું હતું અને પછી સાસરિયામાં ફિરદોશબાનુ લગ્નજીવન વિતાવ્યાં હતા. ત્યારે મુસ્લિમ પરિવારમાં એક વિચાર આવ્યો હતો કે, હા હવે અમારી પુત્રવધુ નથી હવે અમારી દીકરી ગણાય અને અમારા પુત્રના અવસાન પછી આ ફીરદોશબાનુએ પોતાની દીકરી બનાવી અને સાસરીયે વાળવાનું કામ સાસુ-સસરા મટી અને માવતર બની અને આ અને માનીયે છીએ. ત્યારે દરેક સમાજમાં આ કિસ્સો પ્રેરણાદાયી બની ગયો છે.

ફરીદભાઈએ કહ્યું હતું કે દરેક સમાજે આ રીતે આગળ આવી અને આવી ઘટનાને દુર્ભાગ્ય ન ગણાવી જોઈએ અને એક દીકરીના જીવનનો વિચાર કરીને અને તેને ફરીવાર સુખી જીવન જીવવા માટેનું આ રીતે કઈક ને કઈક વિચારવું જોઈએ. અને દીકરીને ફરી વાર પરણાવી અને સાસુ સસરાનો નહીં પરંતુ માતાપિતા તરીકે રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.