સમાચાર

અજાણી વ્યક્તિ જુદા જુદા નંબર પરથી પરણીત મહિલાને બીભત્સ માંગણી કરતો અને સાથે સાથે ફોટાએ મોકલીને…

સુરત શહેરના લિબાયત વિસ્તારમાં મહિલાની છેડતીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીતાં ના મોબાઈલ પર જુદા જુદા નંબર પરથી મેસેજ કરીને એક અજાણ્યા વ્યક્તિ એ તેની પાસે શારીરિક સુખની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે જ સમયે, તેણે પરણિતા ને તેની સાથે પ્રેમ કરવા દબાણ પણ કર્યું હતું અને જો તે તેમ નહીં કરે તો તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી.

તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહિલાને અશ્લીલ ફોટા પણ મોકલ્યા હતા.જો કે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સતત બળાત્કાર અને છેડતીની ફરિયાદો સામે આવી રહી છે ત્યારે સુરતના લિબાયત વિસ્તારમાં રહેતી એક મહિલાને છેલ્લા વીસ દિવસથી અજાણ્યા નંબર પરથી ફોન આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ફોન કૉલ્સ અને ટેક્સ્ટ મેસેજ કરી ને મહિલા ને હેરાન કરવામાં આવતી હતી. અવારનવાર પરણીતા ને અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરીને તેની પાસે જાતીય સુખની માંગણી કરતો હતો.એટલું જ નહીં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ વોટ્સએપ પર કિસ સહિતની અશ્લીલ તસવીરો અને મેસેજ મોકલવામાં આવ્યા હતા.

તે મહિલા ને વોટ્સએપ પર કિસ કરતી યુવતીઓની અશ્લીલ તસવીરો અને મેસેજ મોકલીને મહિલાને હેરાન કરવામાં આવતી હતી.તેણે પરણિતા ને તેની સાથે પ્રેમ કરવા દબાણ પણ કર્યું હતું અને જો તે તેમ નહીં કરે તો તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી આથી મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જોકે મહિલાની ફરિયાદ સાંભળીને પોલીસ થોડીવાર માટે ચોંકી ગઈ હતી.પોલીસએ આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ને તેની ધરપકડ કરવા માટે સજ્જ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.