એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પહેલા મહિલા પાસે સુસાઈડ નોટ લખાવી અને બાદમાં પીવડાવી દીધું ઝેર
તેલંગાણા ખાતે રહેતો એક યુવક વતનમાં જ રહેતી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. યુવતીના લગ્ન થઈ ગયા બાદ સુરત તેના માતા-પિતા સાથે રહેતી હતી. ત્યારે આ પ્રેમી સુરત આવી પહોંચ્યો હતો અને યુવતીના ઘરે જઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. યુવતિએ પોતે ગર્ભવતી હોવાનું કહેવા છતાં પણ આ એક તરફી પ્રેમમાં પાગલ એવા યુવક કે યુવતી પાસે પહેલા આપઘાત માટેની સુસાઇડ નોટ લખાવી અને ત્યારબાદ તેને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.
જોકે યુવતીનો સારવાર દરમિયાન બચાવ થઈ ગયો છે અને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી દીધી છે. ગોધરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવું કહ્યું છે તે સાંભળીને સ્થાનિક લોકોમાં તો ખુબ જ ચકચાર મચી ગઈ છે. પોલીસ પણ એક સમય માટે ચોંકી ઉઠી હતી તેલંગાના રાજ્યના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડળ કલલડા ગામનો વતની દુરગેસ બોનાગીરી પોતાના જ ગામની ભાગ્યલક્ષ્મી નામની યુવતીને છેલ્લા લાંબા સમયથી એક તરફી પ્રેમ કરી રહ્યો હતો જોકે યુવતીના તો લગ્ન થઈ ગયા હતાં.
આ યુવતી પોતાના માતા-પિતા સાથે રોજીરોટીની શોધમાં વસંતી સુરતના ગોડાદરામાં આવેલા ગગોત્રી નગરમાં રહેતી હતી. વતન પ્રેમી ગતરોજ આઈ મહિલા ઘરે એકલી જ હતી. ત્યારે અચાનક જ એકતરફી પ્રેમી ઘરે ધસી આવ્યો હતો દરવાજો ખખડાવતા આ મહિલાને એવું લાગ્યું કે તેના માતા-પિતા કામ પરથી પરત ઘરે આવ્યા છે. દરવાજો ખોલતાની સાથે દુર્ગેશ આ યુવતીના ઘરમાં ઘૂસી જાય છે અને અંદરથી તાળું મારી દીધું હતું. અને યુવતી સાથે ખોટી માથાકૂટ કરવા લાગ્યો હતો.
જોકે યુવતી પોતે દોઢ માસની પ્રેગ્નેંટ હોવાની વાત કરી રહી હતી. જેને લઇને આ દુર્ગેશ ખુબ જ ઉશ્કેરાઈ ગયો હતો. અને વતનમાં રહેતા તેના ભાઈને હું કેમ નહીં કરે તો તેના માણસો જાનથી મારી નાખશે. તેવી ધમકી પણ આપી અને એક ગ્લાસમાં ઝેરી દવા આપી હતી. જોકે યુવતી અને તેનો વિરોધ કરતાં તેનું મંગળસૂત્ર કાઢી નાખ્યા બાદ તેનું ગળું પકડી તેને બળજબરીથી દવા પીવડાવી દીધી હતી.
યુવકે આ યુવતી પાસે સુસાઈડ નોટ પણ લખાવી હતી. એ દવા પીધા બાદ તેણે પણ દવા પીધી હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. દરવાજો તોડી આ બંનેને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા. જેવી દવાને લઈને આવીને નોટો માસનો ગર્ભ હતો તે પણ પડી ગયો હતો. જેને લઇને યુવતીના પરિવારે એક તરફી પ્રેમમાં પાગલ યુવકની સુરતના ઘોડાદ્રા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. જેના આધારે પોલીસે વધુ ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.