રાજકોટમાં દીકરીએ સુસાઈડ નોટમાં Sorry પાપા લખીને જીવન ટુંકાવ્યું, આગળ લખ્યું હું સુનીલને કારણે…
મૃતક દીપાલીના પિતા રાજુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તે જ વિસ્તારમાં રહેતા સુનિલ રસિકભાઈ કુકડિયા વિરુદ્ધ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતી ગળે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં મળી આવી હતી.
સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પંચનામા કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં ખસેડ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુનીલ નામના યુવકના કારણે દિપાલીએ આત્મહત્યા કરી હોવાનું સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે? યુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, “હું આત્મહત્યા કરી રહી છું. સુનિલ કુકડિયાએ મને આત્મહત્યા કરવા દબાણ કર્યું. તેણે મને ઘમકી આપી અને મારી પણ હતી ” મૃતક દીપાલીના પિતા રાજુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તે જ વિસ્તારમાં રહેતા સુનિલ રસિકભાઈ કુકડિયા વિરુદ્ધ આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે. યોગ હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે આપઘાત કર્યાના આગલા દિવસે સુનિલ ની જાન પાટણવાવ ગઈ હતી.
દિપાલીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થતા બન્ને પરિણીત યુગલ ઘરેથી ભાગી ગયા હોવાના સમાચાર સૂત્રોમાંથી મળી રહ્યા છે. અફવાઓ અનુસાર, સુનીલ અને દીપાલી વચ્ચે એક સમયે પ્રેમ સંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનિલની પાટણવાવમાં અન્ય યુવતી સાથે સગાઇ થઇ હતી. છતાં સુનીલે દિપાલીને સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાની ચર્ચા છે. એવી પણ ચર્ચા છે કે સગાઈ બાદ પણ દીપાલીને માર મારવામાં આવ્યો હતો અને દીપાલી અને તેના માતા-પિતાને પણ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.