સુષ્મિતા સેનની ભાભીએ બાથટબમાં ફોટો પડાવીને મચાવી ધૂમ… Meris, April 4, 2023April 4, 2023 ટીવી એક્ટ્રેસ અને સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ફોટા અને વીડિયોને કારણે સ્પોટલાઇટમાં રહે છે, પરંતુ આ વખતે તેની વેકેશન તસવીરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. ચારુ અસોપા હાલમાં તેમના પતિ રાજીવ સેન સાથે ગોવામાં વેકેશન પર છે. આ સમય દરમિયાન, તેણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં તેની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તાજેતરમાં જ ચારુએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બાથટબમાં સાબુના પરપોટા સાથે રમતી જોવા મળી રહી છે. ચાહકોને તેમની તસવીરો ખૂબ ગમતી હોય છે. એક યુઝરે લખ્યું – સેક્સી. તે જ સમયે, એક એ લખ્યું, પાણીને આગ લગાવી દિધી છે. તમને જણાવી દઈએ કે ચારુ આસોપા અને રાજીવ સેનના લગ્ન 16 જૂન 2019 ના રોજ થયા હતા. તમારે એ પણ જાણવું જોઇએ કે ચારુએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં પણ કામ કર્યું છે. ગત જૂન મહિનામાં ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્નજીવનને એક વર્ષ પૂરુ થયું. પરંતુ કપલે પોતાની મેરેજ એનિવર્સરી ગઈકાલે સેલિબ્રેટ કરી હતી. ચારુ અને રાજીવે પોતાની પહેલી એનિવર્સરીના સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.પહેલી એનિવર્સરીના સેલિબ્રેશનમાં કપલે ગોવામાં યોજાયેલી તેમની એન્ગેજમેન્ટ પાર્ટી દરમિયાન પહેરેલા વ્હાઈટ આઉટફિટ જ પહેર્યા હતા. ચારુ વ્હાઈટ ગાઉનમાં જ્યારે રાજીવ વ્હાઈટ સૂટમાં એકબીજાના પ્રેમમાં તરબોળ જોવા મળ્યા હતા. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) બંનેએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમનું ઘર ફુગ્ગાઓથી સજાવેલું જોવા મળી રહ્યું છે.રાજીવે લખ્યું છે કે, ‘અમે અમારી પહેલી વેડિંગ અનિવર્સરી સેલિબ્રેટ કરી અને આ સેલિબ્રેશનનો ભાગ બનવા માટે આપ તમામને આમંત્રિત કરુ છુંજ્યારે ચારુએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં રાજીવ તેની વેલ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. બાદમાં બંને કેકના ટેબલ પાસે એકબીજાના હાથ પકડીને, આંખો બંધ કરીને કંઈક વિશ માગતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચારુ અસોપા અને રાજીવ સેનનું હાલમાં જ પેચઅપ થયું છે. આ કપલ લોકડાઉન થયું ત્યારથી ચર્ચામાં હતા. રાજીવ, ચારુને મુંબઈમાં એકલી છોડીને દિલ્હી જતો રહ્યો હતો. જે બાદ ચારુએ ઈન્સ્ટાગ્રામ પરથી સેન અટક હટાવી દીધી હતી. જેના થોડા સમય બાદ બંનેએ પોતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી. આ બધા બાદ બંને ડિવોર્સ લેવાના હોવાની પણ વાત સામે આવી હતી. આ દરમિયાન ચારુએ તેમ પણ કહ્યું હતું કે, ‘જો રાજીવને મારી એટલી જ ચિંતા હોત તો આ મહામારીના સમયમાં તે મને એકલી છોડીને ન ગયો હોત’.રાજીવ દિલ્હી ગયો તે પછીના ત્રણ મહિના સુધી તેની અને ચારુની વચ્ચે વાતચીત પણ નહોતી થઈ. તો ચારુ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને રાજીવ પર આડકતરી રીતે પ્રહાર કરતી જોવા મળી હતી. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) જો કે, કહેવત છે ને કે ‘અંત ભલા તો સબ ભલા’. આ મહિનાની શરુઆતમાં રાજીવ મુંબઈ પાછો ફર્યો હતો અને બંનેનું પેચઅપ થઈ ગયું હતું. તે સમયે અમારા સહયોગી ETimes TV સાથે વાતચીત કરતાં ચારુએ કહ્યું હતું કે, ‘રાજીવ મુંબઈ પાછો આવી ગયો છે. મને આ વિશે જાણ ન હોવાથી તે મારા માટે સરપ્રાઈઝ સમાન હતી. હું શૂટ પરથી પાછી આવી અને મેં તેને ઘરે જોયો. હું તેના પર ગુસ્સે હતી પરંતુ જ્યારે મેં તેને જોયો કે તરત જ મારો ગુસ્સો ઉતરી ગયો. તે ત્રણ મહિના બાદ ઘરે પાછો આવ્યો છે’ View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) કપલે બાદમાં શાંતિથી બેસીને ઈશ્યૂ વિશે વાત કરી હતી અને તેમના સંબંધોમાં ફરીથી આવું કંઈ ફરીથી નહીં થાય તે માટે પ્રયાસો કરતા રહેવાનું નક્કી કર્યું હતું. ચારુએ કહ્યું કે, ‘અમે ઘણી વાતચીત કરી અને ભવિષ્યમાં આવું કંઈ થાય તો શું કરવું અને શું ન કરવું તે અંગે નક્કી કર્યું. મેં તેની પાસે એક લેટર પર સાઈન કરાવી છે જેમાં લખવામાં આવ્યું છે કે તે મને ફરીથી છોડીને નહીં જાય. જે લેટરને મારી પાસે મેં સંભાળીને રાખ્યો છે’. બોલિવૂડ