આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, આગામી 48 કલાક સૌથી ભારે, ઘરની બહાર કપડાં સૂકાતા હોય તો લઈ લેજો, હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી…

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે ફરી એક વખત બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને કારણે અત્યારે ધીમે ધીમે ફરી એક વખત તેની અસર રાજ્યો ઉપર થઈ રહી છે રાજ્યમાં આની અસર ગઈકાલે મધ્યરાત્રીથી જ સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી જ્યાં છૂટો છવાય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ તો 15 ઓગસ્ટ થી લઈને 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ ની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો હતો જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં બપોર પછી અને ઉત્તર ગુજરાતમાં મોડી રાત્રે ખૂબ જ સારા એવા વરસાદ પડવાની આગાહી છે.

જ્યારે બંગાળની ખાડી માં ડિપ્રેશન બન્યું છે તે ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ 16 ઓગસ્ટના રોજ આગળ વધશે અને તેની અસર જોવા મળશે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેવા કે રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર બોટાદ મોરબી જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ જેવા વિસ્તારમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવી શક્યતા છે.

જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર આણંદ ખેડા, અમદાવાદ વડોદરા જેવા વિસ્તારમાં 16 ઓગસ્ટ સુધી સારો વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે બીજી તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી આ વિસ્તારમાં 15 ઓગસ્ટ લઈને 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *