તબાહીના દ્રશ્યો, સાબરકાંઠા અરવલ્લી સહિત તલોદમાં ધોધમાર વરસાદ, એક જ રાતમાં એટલો વરસાદ વરસાવ્યો કે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, -જાણો કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો… Gujarat Trend Team, August 14, 2022 છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સમગ્ર રાજ્યમાં પોતાનો કહેર વરસાવી રહ્યા છે ત્યારે તલોદ તાલુકામાં છેલ્લા બે અઠવાડિયા થી નોંધપાત્ર વરસાદ ન થતા ખેડૂતોના જેવું તાળવે ચોંટી ગયા હતા પરંતુ શુક્રવારને મધ્યરાત્રીએ મેઘરાજા સરપ્રાઈઝ એન્ટ્રી આપીને ખેડૂત ભાઈઓને ચોંકાવી દીધા હતા. મેઘરાજા એવી ધમાકેદાર એન્ટ્રી મારી કે ફક્ત થોડાક જ કલાકોમાં તલોદ તાલુકાના આજુબાજુ નો વિસ્તારો સહિત ચાર ઇંચ વરસાદ વરસાવી નાખ્યો હતો અને જેને કારણે ખેડૂત ભાઈઓમાં ખુશીના ઠેકાણા ન હતા, તમે જણાવી દે તો છેલ્લા બે અઠવાડિયા થી તલોદ સહિત આજુબાજુના પંથક વિસ્તારમાં વરસાદ થયો ન હતો અને તેના કારણે પાકને બચાવવા માટે ખેડૂત ભાઈઓ કુવા અને બોરિંગ નો સહારો લેવો પડ્યો હતો. પરંતુ શુક્રવારની રાત્રે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવીને ચાર ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો, જેને કારણે શહેરના શેરી રસ્તાઓ માં નદીઓની જેમ પાણી વહેવા લાગ્યા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં હતો પાણીના ધરકાઓ થવાના ચાલુ થઈ ગયા હતા જેના કારણે નદીકાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો જ્યારે બીજી તરફ વાત કરીએ તો ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શેરીએ રસ્તાઓમાં પાણીના ગડકાવ થઈ ગયા હતા. શુક્રવારની મધ્યરાત્રીએ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને હાથમતી જળાશયમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ સાથે ભિલોડા તાલુકાના માકરોડા, ખુમાપુર, મઉ, મુનાઈ, જુના, ધોલવાણી જેવા પંથકમાં ભારે વરસાદ પડતા રસ્તાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી જ્યારે બીજી બાજુ હાથમતી અને બુઢેલી નદીમાં ઉપરવાસમાં પાણી આવવાને કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાથમાતી ડેમની સપાટી અત્યારે 34.52 ટકા પર થઈ છે આ સાથે જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સમાચાર