સમાચાર

તારી કિંમત બોલ તને ખરીદીને વેચી નાખીશ નણદોઇએ સાળાની ઘરવાળીનો સૌદો કરવાની આપી ધમકી

આ વાત છે સ્માર્ટ સીટી અમદાવાદની જ્યાં એક મહિલાએ મહિલા ક્રાઇમબ્રાંચમાં એક એવી ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ બાદ ચકચાર મચી છે. આ ફરિયાદમાં પીડિત મહિલાએ પોલીસને આપવીતિ જણવતા કહ્યું કે તેનો નણંદોઇ રમજાને તેને ફોન કરીને ધમકી આપી કે તારા ભાવ બોલ તને ખરીદીને પછી વેચી નાખીશ.

પોલીસે તાત્કાલીક રમજાનની ધરપકડ કરી. આટલું ઓછું હોય તેમ ફરિયાદી મહિલાએ તેના પતિ સામે પણ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે મારો પતિ મારી સાથે બળજબરી કરતો ઇચ્છા ન હોવા છતા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતો, ફરિયાદની ગંભીરતા જણાતા પોલીસે આરોપી પતિ શબ્બીર સેજરા વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વપૂર્ણ વાત છેકે આ પહેલા ફરિયાદી મહિલાએ તેના નણંદોઇ પતિ અને સાસુ-સસરા સામે માનસિક અત્યાચાર કરાતું હોવાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ વખતે નોંધાવેલી ફરિયાદના આધારે મહિલા ક્રાઇમે કડક કાર્યવાહી કરીને નણંદોઇ રમજાનને તો ઝડપી પાડ્યો છે પણ હાલમાં આરોપી પતિ ફરાર હોવાથી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *